Narmada Bus Accident: ચાલુ બસે ડ્રાઈવરને ચક્કર આવ્યા અને મુસાફરો…. જુઓ શું થયું ?

નરેન્દ્ર પેપરવાલા, નર્મદાઃ રાજ્યમાં આજકાલ લોકો વધારે અને વધારે બિમાર પડી રહ્યાં છે. ક્યાંક ક્રિકેટ રમતા-રમતા કોઈને હાર્ટ એટેક આવી જાય તો ક્યાંક મંદિરમાં દર્શન…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદાઃ રાજ્યમાં આજકાલ લોકો વધારે અને વધારે બિમાર પડી રહ્યાં છે. ક્યાંક ક્રિકેટ રમતા-રમતા કોઈને હાર્ટ એટેક આવી જાય તો ક્યાંક મંદિરમાં દર્શન કરતા ભગવાનની સામે કોઈને એટેક આવી જાય અને મૃત્યુ થઈ જાય. નર્મદાથી સુરત જતી એસટી બસના ડ્રાઈવરને અચાનક ચક્કર આવ્યા અને મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો. બસ રસ્તાની સાઈડમાં વૃક્ષ સાથે ટકરાઈ . સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

છોટાઉદેપુરથી વલસાડ જતી એસટી બસના ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાવાની ઘટના બની હતી. ચાલુ બસે ચક્કર આવતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ડ્રાઈવરને બીપી લો થઈ જવાને કારણે ચક્કર આવ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. પરંતુ બસને નુકસાન પહોંચ્યું હતું. છોટાઉદેપુરથી વલસાડ જતી વખતે સિંગલાઘાટી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે એસટી બસના ડ્રાઈવરને 108 મારફતે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. એસટી બસના ચાલક ઈન્દ્રજીત છગન રાઠવાને ચક્કર આવવાની ઘટના બની હતી.

આ પણ Amreli: બાઇકના ડેલામાં ભભૂકી આગ, 100 થી વધુ બાઇક બળીને ખાખ

બસના ચાલકને ચક્કર આવ્યા
આ બસમાં સવાર મુસાફર ધર્મેશ રાઠવાએ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, પોતે નર્મદાથી સુરત જવા માટે આ બસમાં મુસાફરી કરી રહ્યાં હતા. સવારે 9 વાગ્યે અને 45 મિનિટે આ બસ સાથે અકસ્માત સર્જાયો હતો. બસમાં અંદાજે 25થી 30 જેટલા મુસાફરો સવાર હતા, અચાનક જ સિંગલાઘાટી પાસે પહોંચતા બસના ચાલકને ચક્કર આવ્યા અને બસ વૃક્ષ સાથે ટકરાઈ. કારણ કે ચક્કર આવવાના કારણે ચાલક સ્ટેયરિંગ પર જ માથું ઢાળીને પડી ગયો. બસના અકસ્માત થવાના કારણે મુસાફરોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ત્યાર પછી બસના ચાલકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp