નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદાની સરકારી ઓફિસની બહાર બીજેપીના કાર્યકરે રોડ પર બેસી જઇ ખિસ્સામાંથી ઝેરની બોટલ કાઢી કહ્યું મારો ચેક આપો નહીંતર અહીંયાં જ મરી જઈશું. પછી શું થયું એ પણ જાણે કે શોલેના ધર્મેન્દ્રએ ભજવેલા સીન જેવો ઘાટ ઘડાયો હતો. ફરક એટલો જ કે ધર્મેન્દ્રના એ મામલામાં તેના હાથમાં ઝેર ન્હોતું. ખેર… બન્યું એવું કે, નર્મદા જિલ્લાના તાલુકા પંચાયત કચેરીમાં યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સન્નાટો છવાઈ જવા પામ્યો છે. જોકે ટીડીઓના નિવેદનથી પણ એક ચોંકાવનારો વળાંક આવી રહ્યો છે તો બીજી તરફ આ વ્યક્તિ દ્વારા પોતાનું કામ કરાવવા દમ પરેડ કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
કોણ છે આ ભાજપ કાર્યકર
નાંદોદ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સુનિલ વસાવા નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા હાજર લોકોએ તેને પકડી લીધો હતો. યુવાને તાલુકા વિકાસ અધિકારી પર આક્ષેપો કરતા કહ્યું હતું કે કોઈ પણ કારણ જણાવ્યા વગર તેઓના કામના નીકળતા નાણાના ચેક ઉપર સહી કરવાની ના પાડી દેતા તે આ આત્મઘાતી પગલું ઉઠાવવા મજબુર બન્યો છે.
દૂધના ટેન્કરમાં દારુ!: ‘પુષ્પા’ની જેમ આઈડિયા લગાવવામાં ફસાઈ ગયો બુટલેગર, જાણો શું થયું ખેડામાં
ચેક અન્ય લાભાર્થીનોઃ TDO
મળતી વિગત અનુસાર સુનિલ વસાવાના બીજેપીના પૂર્વ કાર્યકર છે અને તેમની પત્ની તાલુકા પંચાયતના સદસ્ય પણ છે. નર્મદાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમા પંચાયત સદસ્ય વનિતાબેનના પતિ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એવા સુનિલ વસાવાએ હાથમાં ઝેરી દવાની બોટલ લઈ TDO દ્વારા તેમના ચેક સહી કરવામાં આવતી નથી આથી તેઓએ ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ધમકી આપતા ઉત્તેજન વ્યાપી ગઈ હતી. સુનિલ વસાવા દ્વારા જે ચેકની માંગણી કરાઈ રહી હતી એ ચેક એમનો હતો જ નહીં પણ અન્ય લાભાર્થીનો હતો. જેથી એમને ચેક આપી શકાય જ નહીં, કારણ કે રજીસ્ટરમાં લાભાર્થીની સહી લીધા પછી જ એ લાભર્થીને ચેક આપી શકાય એવું ટીડીઓનું કહેવું છે.
ADVERTISEMENT