નરેશ પટેલ અને પાટીદાર આગેવાનોની PM મોદી સાથે બેઠક, ખોડલધામ આવવા આમંત્રણ

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે તેવામાં તમામ પક્ષો પોતપોતાની રીતે રાજનીતિક સોગઠાબાજી ગોઠવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સમાજો પણ પોતાની સાથે રહે…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે તેવામાં તમામ પક્ષો પોતપોતાની રીતે રાજનીતિક સોગઠાબાજી ગોઠવી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સમાજો પણ પોતાની સાથે રહે તે માટે હાથપગ મારી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિવિધ સમાજ દ્વારા પોતાના સંગઠનને એકત્ર કરીને શક્તિપ્રદર્શનો પણ કરવામાં આવી રહ્યા છે. જો કે તેમાં સૌથી ઉડીને આંખે વળગે તેવો અને વર્ચસ્વ ધરાવતો પાટીદાર સમાજ અને વિશેષ તો સમાજના નેતા નરેશ પટેલ ભાજપથી અતડ અતડા ફરી રહ્યા હતા.

પીએમ મોદી સાથે નરેશ પટેલની મુલાકાત બાદ ઘીના ઠામમાં ઘી
જો કે આજે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલની સાથે પાટીદાર સમાજના અન્ય આગેવાનો રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે પીએમ મોદીને ખોડલધામ મંદિર પર વડાપ્રધાનને પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

ગોપાલ ઇટાલિયાનો વીડિયો આવ્યો અને પાટીદાર સમાજનો આપમાંથી મોહભંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પડકાર બને તેવી શક્યતાઓ રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટી આવવાના કારણે અનેક પાટીદાર નેતાઓ અને પાટીદારોને રસ તેમાં વધ્યો હતો. જો કે ગોપાલ ઇટાલિયાનો હિન્દુ ધર્મ અંગેનોવીડિયો સામે આવ્યા બાદ હવે સ્થિતિ અનેક અંશે બદલાઇ ગઇ છે. અનેક લોકો અને સમાજોનો આપમાંથી મોહભંગ થયો છે. આપ પણ પોતાની ખસી રહેલા પાટીદાર જનાધારને બચાવવા હવે ગોપાલ પાટીદાર છે માટે તેના પર આમ થઇ રહ્યું છે તેમ થઇ રહ્યું છે તેવા બચાવો કરી રહ્યું છે. જો કે હવે આપ પ્રત્યે અનેક લોકોનો અચાનક મોહભંગ થઇ ગયો છે.

    follow whatsapp