નવસારીઃ નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યાં તેમણે નવસારીમાં પોતાને કેટલું આપ પણું લાગે છે તે અંગે વાત કરી હતી ઉપરાંત તેમણે ભાજપમાં સી આર પાટીલની કામગીરી અને ભુપેન્દ્ર પટેલની કામગીરીને વખાણી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી અમે નથી લડતા આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે.
ADVERTISEMENT
યુવાન અને વડીલ મતદારોને મોદીએ કહ્યું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા બે દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જનતાના આશિર્વાદ લેવાની તક મળી, જ્યાં જ્યાં જવાનું થયું જનતાનો ઉમળકો રહ્યો. નવસારી મારા માટે નવું નથી, હું પણ નવસારી માટે નવો નથી. તમે મને પ્રધાનમંત્રીનું કામ ભલે સોંપ્યું હોય પણ મારા દિલમાં તો નવસારી એમને એમ જ હોય. લગભગ છ સાત મહિના પહેલા નવસારીમાં મને મેડિકલ કોલેજના શિલાન્યાસનો અવસર મળ્યો હતો. ગુજરાતની જનતાએ ભાજપને સરકાર બનાવવાનો ચુકાદો જાહેર કરી દીધો છે. જે લોકો પહેલી વખત મત આપવાના છે તેમનો તો ઉત્સાહ જ કાંઈક ઓર છે. જે લોકો વર્ષોથી મત આપે છે તેવા બધાની જવાબદારી જરા વધી જતી હોય છે.
મોદીનો વટ છે, મારા વોટ ના કારણેઃ મોદી
સી આર અને ભુપેન્દ્રની જોડી જે પ્રમાણે કામ કરી રહી છે અને તમે જે તેમને અનુમોદન આપી રહ્યા છો. તેનાથી મને વિશ્વાસ આવે છે કે ગુજરાત આ વખતે બધા જ રેકોર્ડ તોડવાનું છે. લોકસભાની ચૂંટણી વખતે હિન્દુસ્તાનના તમામ રેકોર્ડ તોડીને તમે સી આરને વિજેતા બનાવ્યા હતા. તમારા વોટ તો મળવાના જ છે, ચૂંટણી જીતવાના જ છીએ પણ સાથે લોકતંત્રનો જયજયકાર થવો જોઈએ. એક એક મતદાર મતદાન આપવા નીકળવો જોઈએ અને આ જ લોકતંત્રની સાચી સેવા છે. આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે. અનેક બુથ એવા નીકળે કે જેમાં સો સો ટકા મતદાન થયા હોય. ચૂંટણી પંચ પણ ઘણી જહેમત ઉઠાવે છે. નવા પ્રયોગો કરે છે. નાગરિક તરીકે આપણે મત આપવો જોઈએ. મોદી જે પણ છે તે તમારા મતને કારણે છે, તમારો વોટ છે તો મોદીનો વટ છે.
ફુટપાથના પાથરણાંવાળાઓ અંગે કહ્યું…
આ પાથરણાંવાળાની કેવી હાલત છે, ગરીબ, લારી ગલ્લાવાળાઓને દેવાના ડુંગર થાય. આ ગરીબનું કોણ, કોણ…. કોઈના હોય તેના નરેન્દ્ર મોદી હોય. અમે યોજના લાવ્યા આ પાથરણાવાળાના કોઈ કાગળ માગવાના નથી બસ તેની કામગીરી ચાલે છે તે તપાસો અને તેને બેન્કમાંથી રૂપિયા આપો અને વ્યાજમાંથી મુક્ત કરો. 3 લાખથી વધુ લારી ગલ્લાઓ વાળાઓને તેનો ફાયદો થયો. ફક્ત નવસારી આસપાસના 40 હજાર પથારણાંવાળાઓને પગભર કર્યા દસ હજાર અપાવ્યા, તેનું પુણ્ય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમને મળે છે. તેને સ્વસ્થ જીવન મળે, પાકું ઘર મળે સમાજને કેટલી તાકાત મળે. નવસારીના ચીકુ કેટલી વાળીઓ છે… આ ખેતી કરનારા ખેડૂતોની આવક વધે તેના માટે પણ અનેક નવા નિર્ણયો કરી રહ્યા છીએ. દિલ્હી સુધી ચીકુ બજારમાં જાય, નવસારીના ચીકુ વગર રોકાયા વગર દિલ્હીમાં જાય છે અને ચીકુ ચમકે છે. દિલ્હીના નેતાઓ તમારા ચીકુ ખાતા થઈ ગયા છે. ચીકુ નવસારીના ખાય અને ગાળો અહીં આવીને આપે છે. દિલ્હીમાં તમારો દિકરો બેઠો છે જેને નવસારીની ખબર છે, ચીકુની ખબર છે, ચીકુની વાડીની ખબર છે એટલે આ બધું થયું.
ADVERTISEMENT