Narendra Modi in Vadodara: વર્ષો પહેલા અમે ગુજરાતથી સપનું જોયું હતું અને આજે સાકાર થયું છે તેવા શબ્દો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે નારી શક્તિ વંદન અધિનિયમ અંગે વાત કરવામાં આવી હતી. તેઓ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને રોડ શો બાદ લોકોને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે આવું કહ્યું હતું. આજે વડોદરા ખાતે પણ આવો જ એક રોડ શો કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નરેન્દ્ર મોદીના ટેકેદારો આવી પહોંચ્યા હતા. દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓએ નાચગાન સાથે તેમનું સ્વાગત કર્યું હતું. તેઓએ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કારમાં લોકોનું અભિવાદન કર્યું હતું.
ADVERTISEMENT
વડોદરા અંગે શું બોલ્યા વડાપ્રધાન
વડાપ્રધાને લોકોને સંબોધતા કહ્યું કે, વડોદરામાં ગણેશોત્સવ થતો હોય, નવરાત્રીની તૈયારીઓ થઈ રહી હોય ત્યારે લાખો બહેનોનો આશીર્વાદ લેવાનો મારા માટે આ અવસર છે, આપ સહુને કોટી કોટી વંદન. જ્યારથી ભારતની નવી સંસદમાં નારી શક્તિ અધિનિયમ પસાર થયું છે. ત્યારે વડોદરા આવવાનું થાય જ, વડોદરાને હું યાદ કરું ત્યારે મારા ઘડતરમાં અનેક પરીબળોનું યોગદાન રહ્યું હશે તેમાં વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છે. આજે વડોદરાની માતા-બહેનોના વિશેષ દર્શન કરવાની તક મળી. પાર્ટી અને એસપીજીનો આભાર કે મને અંદર જવા દીધો. આ કાયદો ભવિષ્યમાં વિધાનસભા-લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામત એ હવે પાકું થઈ ગયું. જ્યારે વડોદરા આવું ત્યારે ઘણી જુની યાદો તાજી થઈ જાય કારણ કે વડોદરા સાથે જુનો નાતો રહ્યો, શાસ્ત્રી પોળ, રાજમહેલ રોડ, માંજલપુર, વાડી, બાજવાડા, ઘડિયાળી પોળ, મકરપુરા, સમા, અકોટા, ગોત્રી, કારેલીબાગ, આર વી દેસાઈ રોડ, રાવપુરા, મારું દાંડિયા બજાર અને સહેજ બહાર જાઓ કે તરસાલી તમારી વચ્ચે એટલો બધો સમય વિતાવ્યો છે કે યાદોનો ભંડાર ભરેલો છે. અનેક પરિવારો સાથે નીકટતા, આવવા જવાના સંબંધો, વડોદરા આવો એટલે લીલો ચેવડો, ભાખરવડી, પેંડા, સેવઉસળને તમારા બધાનો સ્નેહ.
તેમણે કહ્યું કે, વડોદરાને નારી શક્તિ અધિનિયમનું સિમાચિન્હ કહેવાય છે. વડોદરા એવી જગ્યા છે જ્યાં દીકરીઓને ભણાવવાનો એક સમયે ફરજિયાત કરાયું અને મા બાપ દીકરીને ના ભણાવે તો દંડ કરાતો હતો. મારો જ્યાં જન્મ થયો ત્યાં ગાયકવાડી શાસન હતું. દેશ દુનિયામાં હંમેશા ગુજરાતના વિકાસના મોડલની ચર્ચા થાય છે. વડાપ્રધાને આ ઉપરાંત ગુજરાતમાં ચાલેલી કામગીરીઓ અંગે પણ વાત કરી હતી. આવો જોઈએ વડાપ્રધાને વધારેમાં શું કહ્યું.
ADVERTISEMENT