Narendra Modi Oath Ceremony : નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 વાગ્યે વડાપ્રધાન પદના શપથ લીધા છે. નરેન્દ્ર મોદી સહિત 72 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજીવાર મોદી વડાપ્રધાન બનતા કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી.
ADVERTISEMENT
પાટણમાં જશ્નનો માહોલ
નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધી. જેને લઈને ગુજરાતના પાટણમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી.
ખેડામાં કાર્યકરો ખુશ-ખુશ
ખેડામાં પણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા બાદ કાર્યકરોમાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં કાર્યકરોએ ફોડ્યા ફટાકડા
પાટણ, ખેડા ઉપરાંત અમરેલીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી. અમરેલીના સાંસદ ભરત સુતરીયાના જરખીયા ગામમા ફટાકડા ફોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહને વધાવવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરોએ અમરેલીના સાંસદ ભરત સુતરીયાના ગામ જરખીયામા ફટાકડા ફોડી ઉજવણી કરી.
સાવરકુંડલામાં કાર્યકરોમાં જશ્નનો માહોલ
સાવરકુંડલા ખાતે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને કાર્યકરોએ 'ભારત માતા કી જય'ના નાદ સાથે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી
ADVERTISEMENT