ગુજરાતમાં ચૂંટણી જીત્યા પછી નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આમ આદમી પાર્ટીનું એવું નડતર નડ્યું કે કોંગ્રેસ પાસે હતી તેના કરતાં વધુ ગુમાવવાનું થયું છે. કોંગ્રેસે આ વખતે…

gujarattak
follow google news

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આમ આદમી પાર્ટીનું એવું નડતર નડ્યું કે કોંગ્રેસ પાસે હતી તેના કરતાં વધુ ગુમાવવાનું થયું છે. કોંગ્રેસે આ વખતે અમદાવાદમાં પોતાના કાર્યાલય બહાર રાખેલી પરિવર્તનની ઘડિયાળને કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા તોડી નાખવામાં આવી છે. ગુજરાતના ઈતિહાસમાં લગભગ આવું પહેલી વખત થયું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની એટલી પણ બેઠક નથી કે તે વિપક્ષ તરીકે વિધાનસભામાં બેસી શકે. વિપક્ષમાં બેસવા નીયમ પ્રમાણે 10 ટકા બેઠક મેળવવી અનિવાર્ય છે. દરમિયાન ભાજપના બ્રહ્માસ્ત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જંગી બહુમત આપવા માટે લોકોનો આભાર માન્યો હતો.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આભાર ગુજરાત. ચૂંટણીના અસાધારણ પરિણામો જોઈને હું ઘણી લાગણીઓથી વહી ગયો છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા અને સાથે જ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ ઈચ્છે છે કે આ ગતિ વધુ ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.

    follow whatsapp