Jamangar News: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ફરીથી વાકયુદ્ધ શરૂ થયું છે. આ વખતે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન મુદ્દે નણંદ-ભાભી વચ્ચે શાબ્દિક વૉર શરૂ થયું છે. ગઈકાલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજનીતિ ન થાય અને તમામ લોકો ધર્મને ધ્યાનમાં રાખીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ વીડિયો પોસ્ટ કરીને રામ મંદિર મુદ્દે રિવાબા જાડેજાને આડે હાથે લીધા છે.
શંકરાચાર્ય પણ નારાજઃ નયનાબાએ નામ લીધા વગર રિવાબાની
નયનાબા જાડેજાએ વીડિયોમાં કહ્યું છે કે, કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવું કે ન જવું તે તેનો વિષય છે. હજુ રામ મંદિર અડધું બન્યું છે અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાત્કાલિક કરવામાં આવી રહ્યો છે. અધુરા મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવતા અનેક સાધુ-સંતો, શંકરાચાર્ય પણ નારાજ હોવાની વિગતો સામે આવી છે
…પરંતુ સંસ્કાર તમારામાં નથીઃ નયનાબા
નામ લીધા વગર રિવાબા પર પ્રહાર કરતા નયનાબાએ જણાવ્યું છે કે, અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટી કાશીમાં રહો છો, પરંતુ સંસ્કાર તમારામાં નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી.
આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથીઃ રિવાબા જાડેજા
ગઈકાલે રામ મંદિર મુદ્દે ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ છે. 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન હતો. આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના.
રિપોર્ટઃ દર્શન ઠક્કર, જામનગર