વડોદરાઃ વડોદરાની સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહેલો સૌરાષ્ટ્રનો કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવી હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યો છે. સૌરાષ્ટ્ર ભરમાં વિદેશી દારુની હેરાફેરીમાં સૌથી મોટું માથુ ગણાતો નાગદાન ગઢવીએ સેન્ટ્રલ જેલમાં હાર્ટ એટેક આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં હોસ્પિટલના બીછાને તેણે લીધા છે. નાગદાનની સામે 150થી વધારે આંતરરાજ્ય ગુનાઓ નોંધાયેલા છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં તે કાચા કામનો કેદી હતો. ખેડા ખાતે આજે તેને મુદ્દતમાં કોર્ટમાં રજૂ કરવાનો હતો. તેને હાર્ટ એટેક આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો
ADVERTISEMENT
સુરતી ઉદ્યોગપતિએ વિરાટ કોહલીને ભેટ આપવા તૈયાર કરાવ્યું હીરા જડેલુ બેટ, કિંમત કેટલી?
હરિયાણાથી ગુજરાતમાં ઠાલવતો દારુનો જથ્થો
નાગદાન ગઢવી અંગે વાત કરીએ તો તેની સામે 150થી વધારે આંતર રાજ્ય ગુનાઓ નોંદાયેલા છે. કરોડો રૂપિયાનો દારુ ગુજરાતમાં ઠાલવનારો નાગદાન ગઢવી પોલીસના સકંજામાં આવ્યા પછી વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. તેના અંગે અગાઉ પણ મોનીટરિંગ સેલે જણાવ્યું અગાઉ જણાવ્યું હતું કે તે 30થી વધારે ગુનામાં વોન્ટેડ હતો. ગુજરાતના વડોદરા સહિત સૌરાષ્ટ્રમાં વિદેશી દારુનું નેટવર્ક ચલાવતો હતો. તે હરિયાણાથી ગુજરાતમાં દારુ ઠાલવતો હતો. નાગદાન સાથે અન્ય પણ ઘણા નામચીન બુટલેગરો સંકળાયેલા હતા. તેનું નેટવર્ક ગુજરાત પોલીસ માટે અગાઉ પણ ચેલેન્જ હતું પરંતુ પોલીસે આખરે તેને દબોચીને જેલ ભેગો કર્યો હતો. હમણાં જ જાન્યુઆરીમાં થોરાળાથી જે દારુ પકડાયો હતો તેમાં તેનું નામ ખુલ્યું હતું અને પ્રાપ્ત વિગતો અનુસાર ચારેક દિવસ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેનો કબ્જો લીધો હતો. ગતરોજ તેને છાતીમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જોકે હાર્ટ એટેક આવતા તેને દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર ના નિવડતા તેનું મોત થયું હતું.
ADVERTISEMENT