બાળકોને સ્કૂલમાં ગરબા રમવા બોલાવી તાજીયા કરાવનાર ચાર શિક્ષકોને ફરજ પરથી મોકૂફ કરાયા

હેતાલી શાહ/નડીયાદ: નડીયાદ તાલુકાના હાથજ ગામે આવેલી પે સેન્ટર શાળામાં બાળકોને નવરાત્રિમાં ગરબાને બદલે તાજીયા રમાડવાની ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ચાર શિક્ષકો…

gujarattak
follow google news

હેતાલી શાહ/નડીયાદ: નડીયાદ તાલુકાના હાથજ ગામે આવેલી પે સેન્ટર શાળામાં બાળકોને નવરાત્રિમાં ગરબાને બદલે તાજીયા રમાડવાની ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ચાર શિક્ષકો સામે કાર્યવાહીના ભાગરૂપે ફરજ મોંકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 30 તારીખના રોજ નવરાત્રિ દરમ્યાન બાળકો માટે ગરબાનું આયોજન કરાયુ હતું. જેમા મોટી સંખ્યામા શાળાના વિદ્યાર્થીઓ ગરબા રમવા શાળાએ પહોંચ્યા હતા. દરમ્યાન શાળામાં ગરબાના મ્યુઝીકમા તાજીયાનું મ્યુઝીક શરૂ થઈ ગયુ અને વિદ્યાર્થીઓ એ મ્યુઝીક પર ગરબા રમતા હતા. જેનો વિડીયો વાયરલ થતા મામલો હિન્દુ સંગઠન સુધી પહોંચ્યો અને હિન્દુ સંગઠન દ્વારા આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરવા ખેડા જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

શિક્ષણાધિકારીએ લીધા શિક્ષકો સામે પગલા
આ ઘટનાને ગંભીરતાથી લઈને ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હાથજ પે સેન્ટરમાં ફરજ બજાવતા શિક્ષક જાગૃતીબેન રવિકાંત સાગર, સાબેરાબેન સિકંદર ભાઈ વોહરા, એકતાબેન દિનુભાઈ આકાશી, સોનલબેન રમણભાઈ વાઘેલા, આ ચારેય શિક્ષકોને ધાર્મિક વીડિયો વાયરલ સંદર્ભે, લાગણી દુભાવતા કાર્યક્રમનો વિડીયો વાયરલ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહીના ભાગરૂપે ફરજ મોકુફ કરાયા છે.

ગ્રામજનો અને હિન્દુ સંગઠનોએ કર્યો હતો વિરોધ
ગ્રામજનો ધ્વારા બિન હિન્દુ શિક્ષિકાઓએ બાળકોને ગરબાને બદલે તાજીયા રમવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો કરવામા આવ્યા હતો. સાથેજ ગ્રામજનો દ્વારા હિન્દુ બાળકોને પોતાના મૂળ ધર્મથી દૂર કરવાના શાળાની અન્ય ધર્મની શિક્ષિકાઓ અને પ્રિન્સિપાલના ષડયંત્રનો પણ આક્ષેપ કરવામા આવ્યો છે. જેને લઈ હિન્દુ સંગઠન પણ મેદાનમાં આવ્યુ અને કાર્યવાહીની માંગ કરાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ ઘટનામાં જે શિક્ષકો સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા, એ શિક્ષકોને આવેદનપત્ર વંચાણે લઈ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો 1997, ગુજરાત પંચાયત સેવા વર્તણુક નિયમો 1997 તથા મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના નિયમો 70 હેઠળ, ધાર્મિક વીડિયો વાયરલ સંદર્ભે લાગણી દુભાવતા કાર્યક્રમનો વિડીયો વાયરલ સંદર્ભે ફરજ મોકુફ હેઠળ મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. અને ચારેય શિક્ષકનું ફરજ મોકુફી દરમિયાન હેડ કવાર્ટર બદલવામાં આવ્યું છે.

    follow whatsapp