હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદમાં પ્રજા ઉભરાતી ગટર અને ખરાબ રસ્તાઓની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. એટલી હદ સુધી કે જીવ તે જીવ તો ટેક્સ ભર્યા બાદ પણ સારી સગવડો ન મળી અને મૃત્યુ બાદ પણ તંત્રની નિશ્કાળજીનો સામનો કરવો પડી રહ્યો છે. અને અંતિમ વિદાય પણ ગટરના ગંદા પાણીમાંથી લઈ જવી પડી રહી છે. ત્યારે મૃતકના પરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે કે શું આની માટે અમે લોકો પાલીકામાં ટેક્સ ભરીએ છે?
ADVERTISEMENT
સુરતમાં કસ્ટોડિયલ ડેથઃ ત્રણ સવારીના આરોપમાં પકડાયેલો યુવક, ઘરે જીવતો ના પહોંચ્યો
એકતો રસ્તો કાચો અને પાછું ગરટ ઊભરાતી જ રહે
નડિયાદના ચકલાસી ભાગોળ વિસ્તારના ફતેપુરા રોડ ઉપર પાંચ ફળીયા આવેલા છે. જેમા રણછોડ ફળિયુ, જાવલાની કૂઈ અને મૂળજીભાઈના ખેતરમાં જવાના રસ્તે કેટલાય વર્ષોથી ગટર ઉભરાય છે. એટલુ જ નહીં રસ્તાની સમસ્યા પણ છે. આ વિસ્તારમાં રસ્તો કાચો છે. એવામાં ગટર ઉભરાવાની સમસ્યા હવે રહીશો માટે માથાના દુખાવા સમાન બની છે. જીવ તે જીવ તો ઠીક મૃત્યુ બાદ પણ આ સમસ્યા માથી પસાર થવુ પડે છે. આજે આ વિસ્તારમાંથી એક સ્મશાન યાત્રા નિકળી, પણ જેમની સ્મશાન યાત્રા નિકાલ એમને પણ અફસોસ થતો હશે કે શા માટે અમે તથા પરીજનોએ પાલીકામા ટેક્સ ભર્યો ? આજે આ વિસ્તારમા અંતિમ યાત્રા નિકળી રહી હતી દરમ્યાન એક સ્થાનીકે પોતાના વિસ્તારની આ સમસ્યાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો અને પોતાની લાચારી વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્રને આ વિસ્તારની સમસ્યાનો કોઈ ખ્યાલ નથી ? તો જવાબ પણ છે કે સમસ્યાથી તો વાકેફ છે. કારણ કે સ્થાનીક લોકો સાથે ગુજરાત તકની ટીમે ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ” અવાર નવાર આ અંગે પાલીકામાં રજૂઆત કરાઈ છે. પરંતુ કોઈ સમાધાન નથી, કેમ કોઈ અમારૂ સાંભળતું નથી ? અમારે ધંધા રોજગારી નોકરી જવું હોય તો પણ આવા રસ્તામાંથી પસાર થઈને જવું પડે છે. બાળકો નિશાળ પણ આજ રસ્તેથી જાય છે. શું અમારે આખી જીંદગી આમજ કાઢવી પડશે ?”
મહત્વનું છે કે, સ્થાનીકોની રજુઆત છતા આ વિસ્તારની સમસ્યાનું સમાધાન ન થતા આજે આ પરિસ્થિતિની નિર્માણ થયું છે. ત્યારે સત્વરે પાલીકા તંત્ર જાગે અને આ વિસ્તારની સમસ્યા દૂર કરે તેવુ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.
ADVERTISEMENT