હેતાલી શાહ.નડિયાાદઃ છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લાના નડિયાદમાં રખડતા પશુનો ત્રાસ વધી ગયો છે. શહેરના મુખ્ય રસ્તા પર જ્યા જુઓ ત્યા રખડતા પશુઓ અડિંગો જમાવી બેસી જતા હોય છે, તો કેટલીય જગ્યાએ તો રસ્તા પણ માતેલા સાંઢની જેમ દોડતા પશુઓથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે. એવામાં નડિયાદના દેસાઈ વઘામાં રહેતા એક વૃદ્ધને રખડતી ગાયે શિંગડું મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. જેને લઈને વૃદ્ધના પરિજન દ્વારા જવાબદારો સામે કાયદાકીય પગના ભરવાય તેવી માંગ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે નડિયાદ ટાઉન પોલીસ મથકે પશુ માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સ્થાનીકોના હોબાળા બાદ ફરિયાદ
ખેડા જિલ્લાના નડિયાદમાં દેસાઈ વઘા વિસ્તારના નવા ઘરામાં રહેતા ઇન્દુભાઇ મિસ્ત્રી 10 દિવસ પહેલા એટલે કે 25 મે ના રોજ દૂધ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન રખડતી ગાય તેમને એકાએક શિંગડું મારતા તેઓ ગંભીર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઈને ઇન્દુભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રૂપથી ઘાયલ ઇન્દુભાઇની સારવાર શરૂ જ કરવામાં આવી હતી અને ત્યાં જ તેમનું મોત થયું હતું. જેને લઈને પાલિકાની બેદરકારીને કારણે એક વૃદ્ધનો જીવ ગયો હોવાની બાબતે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકો દ્વારા હોબાળો પણ કરાયો હતો. સ્થાનિકો દ્વારા જવાબદારો સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. એવામાં જ ગાયના શીંગડાથી મૃત્યુ પામેલા ઇન્દુભાઇ મિસ્ત્રીના પત્ની કૈલાશબેન મિસ્ત્રીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે જવાબદાર સામે પગલાં ભરવા માટે એફઆઈઆર દાખલ કરવા માટે ગતરોજ અરજી આપી હતી. આ અરજીને ધ્યાને લઈને પોલીસે આખરે અજાણ્યા પશુ માલિક સામે આઇપીસી કલમ 304-a અને 289 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
‘આદિવાસી યુવાનો દારુ-સીગારેટના રવાડે ચઢ્યા છે, સમજાવવા પડશે’- MLA ચૈતર વસાવા
ફરિયાદ બાદ પશુ માલિકોમાં ફફડાટ
મહત્વનું છે કે શહેરમાં વૃદ્ધના મોતને પગલે સ્થાનિકોના આક્રોશને લઈ પશુ માલીક સામે ગુનો નોંધાતા હવે પશુઓને બિન્દાસ ખુલ્લા છોડી મુક્તા પશુ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાને લઈને હવે લોકો ઇચ્છી રહ્યા છે કે, જે પશુ માલિકો પોતાના પશુઓને બેદરકારી અને બે જવાબદારી પૂર્વક રખડતા મૂકી દે છે, તેવા રખડતા મુકનારા પશુઓના માલિકો સામે પણ ગુનો નોંધવામાં આવે. નડિયાદમાં અવારનવાર રખડતા પશુઓને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. કેટલાય રખડતા પશુઓને કારણે સ્થાનિકો ઇજાગ્રસ્ત પણ થયા છે. છતાં પાલિકા તંત્રના અણગઢ વહીવટને કારણે નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે હવે આ ઘટનામાં તો પોલીસે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ પાલિકા તંત્ર શુ પગલાં લે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT