વડોદરા પાસિંગની કાર નડિયાદમાં ભડકેઃ અફરા-તફરી સર્જાઈ, આગ પર કાબુ મેળવાયો- Video

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદ કોલેજ રોડ પર આવેલ મહાગુજરાત હૉસ્પિટલ પાસે ચાલતી કારમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ વડોદરા પાસિંગની કારમા બે…

gujarattak
follow google news

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદ કોલેજ રોડ પર આવેલ મહાગુજરાત હૉસ્પિટલ પાસે ચાલતી કારમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ વડોદરા પાસિંગની કારમા બે વ્યકિતઓ સવાર હતા. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની થઈ નથી.

Monsoon Session પહેલા સર્વદળીય બેઠક, વિપક્ષની માંગ પર કેન્દ્ર સરકાર ચર્ચા માટે તૈયાર

ભર બજારમાં આગની ઘટના બનતા ટોળેટોળા
નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ પાસે આજે બપોરે એક ફોર વ્હીલર કાર નંબર જી.જે.06HD3895 પસાર થઈ રહી હતી. દરમિયાન કારમાં એકાએક આગ લાગતાં ચાલકે સુજબુજ વાપરીને કાર રોડની સાઈડમાં ઊભી રાખી હતી. સમયસર કાર ચાલક અને પાસે બેઠેલ એક વ્યક્તિ બહાર નીકળી ગયા હતા. કારમાં આગ લાગતાં જ રોડ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કારમા લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ કારના એન્જિન પાસે વાયરીંગમાં સ્પાર્ક થતાં કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ભર બજારમાં આ ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

    follow whatsapp