હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદ તાલુકાના ચકલાસીમા પાણી ભરવાને લઈને પોતાના ભત્રીજાને ઠપકો આપતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ ધારિયાથી તેની કાકી તેમજ દાદીના કાંડા કાપી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બંને મહિલાના કપાયેલા હાથ બોક્સમાં ભરીને પરિવારજનો હોસ્પિટલ તો પહોંચ્યા પણ વધુ સમય પસાર થઈ ગયો હોવાથી હાથ ના જોડી શકાતા મહિલા સહિત પરિવારજનો ચિંતિત બન્યા છે.
ADVERTISEMENT
કેવી રીતે બન્યો બનાવ
નાની નાની બાબતમાં આજનું યુવાધન ઉશ્કેરાઈ જાય છે, ને એમાં ના કરવાનું કરી બેસે છે. આવી જ એક ઘટના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બની, જેમાં નડિયાદ તાલુકાના સુરાશામળ ગામે રહેતા 53 વર્ષીય લીલાબેન કોયાભાઈ સોઢાપરમારે ગતરોજ વારંવાર પાણી ભરવા આવતો અને વારંવાર પાઇપ પણ કાઢી નાખતો હોવાથી પોતાના ભત્રીજા નિલેશને ઠપકો આપ્યો હતો. પરંતુ કાકીએ ઠપકો આપતા નિલેશ ઉશ્કેરાઈ ગયો અને ઉશ્કેરાયેલો નિલેશ ઘરેથી ધારિયું લઈ આવી કાકી લીલાબેનને જમણા હાથના કાંડા ઉપર મારી દેતાં, તેમનો હાથ કાંડામાંથી કપાઈને નીચે પડી ગયો હતો. નજર સામે પુત્રવધુ નો હાથ કપાતો જોઈને લીલાબેનના સાસુ અને નિલેશના દાદી મણીબેન દોડી આવ્યા હતા. નિલેશે ધારિયાનો એક ઝાટકો પોતાની માતા મણીબેનને ડાબા હાથના કાંડા ઉપર મારી દેતાં તેમનો ડાબો હાથ કપાઈને નીચે પડી ગયો હતો. સાસુ વહુ બંનેના હાથ કપાતા લીલાબેનની પુત્રવધુ વર્ષા બચાવવા દોડી તો નિલેશે તેને પણ ધાર્યું મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લીલાબેન વચ્ચે પડ્યા હતા અને ધારિયાની ચાંચ લીલાબેનને પેટમાં વાગી ગઈ હતી. અને વર્ષા બેન બચી ગયા.
સમલૈંગિક લગ્ન અંગે જમિયતનું સ્ટેન્ડ પણ અઘરુંઃ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
ભત્રીજા સામે નોંધાઈ ફરિયાદ
ઘટનાને પગલે પરિવારજનોએ 108 ને જાણ કરતા લોહી લુહાણ હાલતમાં સાસુ વહુને સારવાર અર્થે 108 વાનમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં પરિવારજનો બોક્સમાં કપાયેલા હાથ લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંનેને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ સમય થઈ ગયો હોવાથી બંનેના હાથ જોડાઈ શક્યા ન હતા. જેને લઇને લીલાબેને ચકલાસી પોલીસ મથકે પોતાના ભત્રીજા નિલેશ અનોપસિંહ સોઢાપરમાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શું કહ્યું 108ની ટીમે
108વાનના પાયલટ ગોપાલભાઈ ના જણાવ્યા અનુસાર,” અમને ઈમરજન્સી કોલ મળતા અમે તાત્કાલિક સુરાસામળ ગામમાં પહોંચ્યા હતા. અને બંને મહિલાનો કપાયેલો હાથ હોવાથી તાત્કાલિક તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળ્યા હતા. હાથ કપાયેલો હોવાથી હાથની નસો જીવતી રહે તે માટે રસ્તામાંથી બરફ પણ બોક્સમાં મૂક્યો હતો. પરંતુ ત્યાંથી તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે લીલાબેન ની સગીબેન ના લગ્ન તેમના જેઠ સાથે થયા છે, પરંતુ સગી બહેન નું અવસાન થયું હોવાથી લીલાબેન ના જેઠ અને તેમનો પુત્ર તેમની નજીકમાં જ રહે છે. જેને લઇને લીલાબેન ના જેઠ નો પુત્ર નિલેશ એ ભાણિયો પણ થાય છે અને ભત્રીજો પણ થાય છે છતાંય નજીવી બાબતમાં પોતાની માસી એવી કાકી તથા દાદીના કાંડા કાપી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
ADVERTISEMENT