હેતાલી શાહ, નડિયાદ: કઠલાલમાં ખાડા વિસ્તારમાં રહેતા 55 વર્ષના આધેડે 14 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. મનગમતા પાત્ર સાથે લગ્ન ગોઠવી આપવાની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હતો.જે મામલે નડિયાદ કોર્ટ દ્વારા આધેડ વયના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 45000ના દંડનો હુકમ કર્યો છે.
ADVERTISEMENT
જાણો શું છે મામલો
28 જાન્યુઆરી 2022ના રોજ ખેડા જીલ્લાના કઠલાલમાં બસ સ્ટેન્ડ પાસે ખાડા વિસ્તારમાં રહેતા શના જેસીંગભાઇ પરમારે ગામમાં રહેતી 14 વર્ષની સગીરાને પોતાના મનગમતા પાત્ર વિશાલ સાથે લગ્ન કરાવવાનું ગોઠવી આપવાની લાલચ આપી હતી. સગીરા આધેડની લાલચમાં આવી ગઈ હતી. અને આધેડ સગીરાને ભગાડી ગયો હતો. આરોપી સગીરાને કઠલાલથી કપડવંજ, ડાકોર, નડિયાદ, ધોળકા થઈ અમરેલી જિલ્લાના જાળીયા ગામે ત્રણ દિવસ માટે ગોંધી રાખી હતી અને તેની ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યાંથી તે સગીરાને માટેલ, ચોટીલા તથા કુવાવડ લઇ ગયો હતો. બાદમાં ચોટીલા ચામુંડા માતાજીના ગઢ ઉપર જવાના રસ્તે અંબિકા ભેલ નામની લારીની પાછળ દુકાનના ઓટલા પર બે રાત સગીરાને રાખી ત્યાં પણ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચરી થયો હતો ફરાર
15 ફેબ્રુઆરીએ સવારે નડિયાદના મિલ રોડ ઉપર કઠલાલ જવાના રસ્તે સગીરાને ઉભી રાખી ,લઘુશંકા કરી આવું તેમ કહી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે સગીરાએ પરિવારને વાત કરતા શના જેસીંગભાઇ પરમાર વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સમાજમાં દાખલો બેસાડવા સજા ફટકારી
જે કેસ આજે પોક્સો સ્પેશિયલ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો, 10 સાહેદોના પુરાવા અને કુલ 27 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.સાથેજ ભોગ બનનારને રૂપિયા 25000નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT