નડિયાદમાં ભર બજારે, ધોળા દિવસે, પોલીસ ચોકીની નજીક હથોડી મારી આંગડિયા પેઢીના 13 લાખ લૂંટાયા

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદમાં ભર બપોરે લૂંટારુએ આંગડીયા પેઢીને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપી રફુ ચક્કર થઈ જતા ચકચાર મચી છે. જ્યા આ લૂંટની ઘટના…

નડિયાદમાં ભર બજારે, ધોળા દિવસે, પોલીસ ચોકીની નજીક હથોડી મારી આંગડિયા પેઢીના 13 લાખ લૂંટાયા

નડિયાદમાં ભર બજારે, ધોળા દિવસે, પોલીસ ચોકીની નજીક હથોડી મારી આંગડિયા પેઢીના 13 લાખ લૂંટાયા

follow google news

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદમાં ભર બપોરે લૂંટારુએ આંગડીયા પેઢીને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપી રફુ ચક્કર થઈ જતા ચકચાર મચી છે. જ્યા આ લૂંટની ઘટના બની ત્યાંથી પોલીસ ચોકી પણ નજીક છે અને ભર બજારમાં આ ઘટના બનતા જાણે લૂંટારૂઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ લાખો રૂપિયાની લૂંટને અંજામ આપી પેઢીના માલિકને માથામાં હથોડો મારી રૂપીયાની સાથે સાથે સીસીટીવી કેમેરાના DVRને પણ સાથે લઈ જતાં પોલીસ માટે પણ તપાસ પડકાર રૂપ બની છે. હાલ આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

રૂપિયા આપવા અથવા લેવા આવ્યો હોવાનું લાગ્યું પણ…
ખેડા જીલ્લાના નડિયાદમાં ભાવસારવાડ વિસ્તારના સ્વામિનારાયણ મંદિરની પાસે વિજયકુમાર વિક્રમભાઈ આંગડિયા પેઢી આવેલી છે. આજે ભર બપોરે અને ભર બજારમા લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. વિજયકુમાર આંગડીયા પેઢી પર પેઢીના માલિક ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ હાજર હતા. પેઢીનો કર્મચારી ગીરીશભાઈ મંગળભાઈ રાણા ઘરે જમવા ગયો હતો. દરમ્યાન લૂંટ કરવા આવેલા અંદાજીત 40થી 45 વર્ષીય લૂંટારુએ પોતાનું એકટીવા પેઢીના દાદર પાસે પાર્ક કરી સીડી ચઢી પેઢીમાં પ્રવેશ્યો હતો. પેઢી પર હાજર ઉપેન્દ્રભાઈને એવું લાગ્યું કે આવનાર વ્યક્તિ રૂપિયા આપવા અથવા તો લેવા આવ્યો હશે. જોકે ઉપેન્દ્રભાઈ સાથે વાત કરવા આવેલા વ્યક્તિએ પોતાની પાસેની હથોડી ઉપેન્દ્રભાઈના માથામાં ફટકારતા ઉપેન્દ્રભાઈને તમ્મર ચડી ગયા હતા. એટલુ જ નહીં લૂંટારૂ પાસે ચપ્પુ પણ હતું અને ચપ્પુની અણીએ લૂંટારૂએ પેઢીમાંથી લાખો રૂપિયાની રકમ ઉઠાવી અને ચાદરમાં વીટી ચાદર પોતે લાવેલી થેલીમાં મૂકી પલાયન થઈ ગયો. પોલીસને પડકાર ફેંકતો હોય એમ લૂંટારુએ આંગડિયા પેઢીના CCTV કેમેરાની DVR પણ સાથે લઈ ગયો. જેમાં ડેલી ફુટેજ સ્ટોરેજ થતી હોય એ ભાગ જ ન હોવથી પોલીસના હાથે કોઈ પુરાવો જ હાથ ન લાગે તેવું કામ પણ કર્યું હતું. પોલીસ સુત્રો પાસેથી લૂંટની ચોક્કસ રકમ બાબતે પુછતા પોલીસે અંદાજીત 13 લાખની લૂંટ આચરી હોવાની શક્યતા દર્શાવી છે.

Karnataka: અચાનક ડી.કે શિવકુમારે સિદ્ધારમૈયાને આપી શુભકામના, કહ્યું પેટમાં ઇન્ફેક્શન છે માટે દિલ્હી નહી જઉ

બિન્દાસ્ત એક્ટિવા પર આવી ચલાવી લૂંટ
આ તરફ એકટીવા પર આવેલ લૂંટારુ આટલી મોટી રકમ લૂંટીને ભાગી ગયા બાદ ઉપેન્દ્રભાઈએ કણસતા અવાજે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સૌ પ્રથમ ઘાયલ ઉપેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. આ ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લાની તમામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહી છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે નડિયાદના તમામ રસ્તા પર નાકાબંધી ગોઠવી દીધી છે. જોકે ભર બજારમા લૂંટારૂએ લૂંટ આચરતા આ લૂંટારૂ નડીયાદમા જ ક્યાંક સંતાયો હોવાની શક્યતા વર્તાઈ રહી છે.

વિજયકુમાર વિક્રમભાઈ આંગડિયા પેઢીમાં છેલ્લા સાત મહિનાથી નોકર કરતાં ગિરીશભાઈ મંગળભાઈ રાણાએ જણાવ્યું કે, “આજે બપોરના સમયે પેઢી પર શેઠ હાજર હતા અને મને કહ્યું કે જા તું જમીને આવ, સમય થઈ ગયો છે. એટલે હું જમવા ઘરે ગયો હતો. ત્યારે આ બનાવ બન્યો છે. શનિવારે પણ આ ઈસમ પેઢીમાં આવ્યો હતો અને પોતાના રૂપિયા દસ લાખ આવવાના છે આવ્યા કે નથી તેવી પૂછપરછ કરી હતી અને આજે આ ઘટના બની છે.

હથોડી વાગતા 2 ટાંકા આવ્યા
મળતી માહિતી અનુસાર, આ ઘટનામા પેઢીના માલિકને માથામા બે ટાંકા આવ્યા છે. અને હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે. જ્યા આ ઘટના બની તે વિસ્તારમા માત્ર 200 મીટરની ત્રિજ્યામા પોલીસ ચોકી આવેલી છે. જેને લઈ લૂંટારૂ જાણે પોલીસ ને જ ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ અંગે નડીયાદ ટાઉન પીઆઈ હરપાલસિંહ ચૌહાણ સાથે ગુજરાત તકે વાત કરતા તેમણે જણાવ્યુ કે, ” ભર બપોરે લૂંટારુએ આ ઘટનાને અંજામ આપ્યો છે. એ શખ્સે પેઢીના માલિકને પહેલા કહ્યુ કે મારા પૈસા 10 લાખ રૂપીયા આવવાના છે, આપો. ત્યારે માલીકે કહ્યુ કે નથી એટલા , આવ એટલે કહીશુ. થોડી વાર પેઢી માજ શખ્સ બેઠો પછી એકાએક પેઢીના માલિકના માથામા હથોડી મારી 13 લાખ રૂપીયાની લૂંટ કરી છે. અને સીસીટીવીનુ ડીવીઆર પણ લઈ ગયા છે. અમે તપાસ હાથ ધરી છે. જીલ્લાની તમામ પોલીસ કામે લાગી છે. જલ્દી જ લૂંટારૂને ઝડપી પાડીશું.”

ઓમકારેશ્વરમાં બોટ પલટી, માસૂમનું મોત: ગુજરાત પોલીસના અધિકારીનો પરિવાર ડુબ્યો, 4ને બચાવાયા, 1 ગુમ

પોલીસે શું કહ્યું
આ ઘટનાની ગંભીરતા જોતા સ્થળ પર પોંહચેલ ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યુ કે, ” આજરોજ નડિયાદ શહેરની અંદર આવેલા અમદાવાદની બજાર વિસ્તાર છે. એમાં જે ભાવસાર વાડ છે ત્યાં સ્વામિનારાયણ મંદિરની સામે એક વિજયભાઈ વિક્રમભાઈ કરીને પેઢી છે. ત્યા એક શખ્સ પહોંચ્યો હતો. પેઢીના માલિક ઉપેન્દ્રભાઈ પટેલ તેઓની સાથે નાણાકીય લેવડદેવડ જે આંગડિયા મુજબ થતો હોય છે તે મુજબ વ્યવહાર અંગે ચર્ચા કરી હતી. ચર્ચા કર્યા બાદ તેઓના માથામાં હથોડી મારી અને તેઓને ભયમાં નાખીને ચપ્પુ જેવું હથિયાર બતાવ્યું હતું અને ચપ્પુ બતાવીને તેમની તિજોરીમાંથી 13 લાખ જેટલી રકમ લઈ અને એક્ટિવા વાહન લઈને એ અહીંથી ભાગી ગયો છે. ઘટના લગભગ બપોરે 2:00 વાગ્યાના અરસામાં બનતા તાત્કાલિક પોલીસ જગ્યા પર આવી ગઈ હતી. જગ્યા પર આવીને અને બનાવવાની જગ્યા પરથી જે સાયોગીક પુરાવા મળ્યા તેને લઈને જગ્યાને પ્રિઝર્વ કરી હતી. સાથે જ હોસ્પિટલાઈઝ કરવામાં આવેલા ફરિયાદી ઉપેન્દ્રભાઈ તેઓની રૂબરૂમાં હોસ્પિટલ ખાતે ફરિયાદ લેવામાં આવી અને આ ફરિયાદ લેવાની સાથે સાથે જે વર્ણન અને જે ઘટના સંબંધી જે માહિતી મળી હતી તે અનુસંધાને સમગ્ર નડિયાદમાં નાકાબંધીનો એક મેસેજ કરવામાં આવ્યો હતો અને ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના તમામ થાણાના અમલદારો નાકાબંધી માટે પહોંચી ગયા હતા. સાથે જ જિલ્લા પોલીસવડા દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી, એલ સી બી અને તમામ પોલીસ અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. જેથી ટેકનિકલ સર્વેન્સ, સીસીટીવી ફૂટેજ વગેરે જોવાની કામગીરી અને સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા માટે તમામ ટીમો કામે લાગી છે. જે દુકાની અંદરના જે ડીવીઆર છે એ તો આરોપી છે એ પોતાની સાથે લઈ ગયો છે. પરંતુ વિસ્તારના આવેલા અન્ય સીસીટીવી કેમેરામા આરોપીને શોધવાની અને જોવાની કામગીરી ચાલુ છે.”

    follow whatsapp