વલસાડ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે તેઓ વલસાડના કપરાડા ખાતે આવેલા નાના પોઢા ગામમાં જાહેર સભા સંબોધિત કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે, મારી તો એબીસીડીની શરૂઆત જ A ફોર આદિવાસીથી થાય છે. હું આ વખતે મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્રના રેકોર્ડ ભુપેન્દ્ર તોડવા માંગુ છું. જેમાં તમે બધા મારો સાથ આપશો. આ વખતે પણ ગુજરાતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે. આ વખતે પણ જનતા જનાર્દન ચૂંટણીનો વાવટો લઇને નિકળી પડ્યાં છે. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે કે ન તો નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો 6 કરોડ ગુજરાતીઓ લડી રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતને લોકો સમજતા હતા કે આ મોતની ચાદર ઓઢીને સુતેલું છે પરંતુ આપણે હાથ ફેલાવીને ઉભા રહીએ તેવા નથી હાથ હલાવીને પ્રાપ્ત કરનારા લોકો છીએ. આપણા ગુજરાતમાં ધોમધખતો તાપ હોય અને વિજળી ના વલખા હોય તે સમયે અમે ભીક્ષા માંગતા હતા અને કહેતા તે તમારી દિકરીને ભણાવવાનું વચન આપો. દરેક વિસ્તારની બહેનો ભણે તે માટેનું બીડુ ઉઠાવ્યું. આજે એ દિકરીએ ગુજરાતનું નામ રોશન કરી રહી છે.
ઉમરગામથી અંબાજીમાં સાયન્સની સ્કુલ નહોતી આજે વિજ્ઞાનની કોલેજો પણ છે. આઇટીઆઇ, ગોવિંદ ગુરૂ, અને ભગવાન બિરસા મુંડાની યુનિવર્સિટી છે. આજે આદિવાસી પટ્ટામાં ડોક્ટર માટે વલખા હતા આજે આ વિસ્તારેમાં 5 મેડિકલ કોલેજો છે. થોડા મહિના પહેલા જ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની શરૂઆત થઇ ચુકી છે.
આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો બદલાવ આજે પરિવર્તન આવ્યું છે. આ પ્રગતીના નવા નવા સોપાન સર થઇ રહ્યા છે. એટલા માટે મારા આદિવાસી ભાઇઓ બહેનો પુરી તાકાતથી બોલી રહ્યા છે કે આ ગુજરાત ગરવી ગુજરાત છે. મોદીનું ગુજરાત છે. ભાઇઓ બહેનો યાદ કરો વિજળી પાણીની શું સ્થિતિ હતી. લોકો 6 વાગ્યા પહેલા જમવા માટે મજબુર હતા પરંતુ આજે 24 કલાક વિજળી ઘરે ઘરે છે. આદિવાસી દિકરા દિકરીઓ મોડી રાત્રે પણ ભણે છે.
હવે 100 ટકા પાઇપથી ઘરે ઘરે પાણી આવી રહ્યા છે. પહેલા ગુજરાતનું જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હતો તે વિસ્તાર ઉનાળામાં વલખા મારી રહ્યા હતા. આ ગુજરાત મોદીનું ગુજરાત. બહેનો અને ભાઇઓ બધા એક જ સ્વરમાં બોલી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ કાઠીયાવાડને નર્મદા માતાએ લીલા દાડા લાવ્યા છે. મારા માટે ખુશીની વાત છે કે, તાપીના કિનારે હોય પરંતુ પાણી ભરપુર હોય પરંતુ તે નર્મદા માટે લડી રહ્યો હતો. આખુ ગુજરાત એક થઇને લડતા હતા. ત્યારે સૌને ખબર પડી કે ગુજરાતીઓ એક થઇને લડી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતોએ જળ સિંચાઇ અને ટપક સિંચાઇની પહેલ કરી. દાહોદના આદિવાસીઓ ખેતર નહી પરંતુ ફુલવાડી કહે.
ADVERTISEMENT