કચ્છની ત્રણ ગ્રામપંચાયતોને સમાવીને બનાવવામાં આવી નગરપાલિકા: CM નો મોટો નિર્ણય

ગાંધીનગર : મુખ્યમંત્રીએ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવેશ કરીને નખયાત્રા નગરપાલિકાને રચના કરવાની મંજૂરી આપી છે.…

gujarattak
follow google news

ગાંધીનગર : મુખ્યમંત્રીએ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવેશ કરીને નખયાત્રા નગરપાલિકાને રચના કરવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છના છેવાડાના વિકસીત તાલુકા તરીકે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, બસ સ્ટેશન, બાગ-બગીચા, ટાઉન હોલ અને રસ્તા જેવી માળખાકીય પાયાની સુવિધા સુખાકારી મળી રહે તેવા ઇરાતે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું.

લાંબા સમયથી નખત્રાણાને નગરપાલિકા બનાવવાની હતી માંગ
નખત્રાણા તાલુકાની નજીકના વિસ્તારોમાં હાલ કાર્યરત ઉદ્યોગો અને ભવિષ્યમાં આવનારા નવા ઉદ્યોગોના પરિણામે આ વિસ્તારમાં પેદા થનારી નાગરિક સુખાકારી અને નાગરિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો મેળવવા માટે સર્વાનુમતે કરેલા ઠરાવને તમામ પક્ષોએ સમર્થન આપ્યું હતું.

મુખ્યમંત્રી સમક્ષ લંબિત પ્રસ્તાવની માંગ કરાઇ
મુખ્યમંત્રીને આ અંગેની દરખાસ્ત પણ મોકલી આપવામાં આવી હતી. આ અંગે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સાથે સંકલન બાદ મુખ્યમંત્રીએ મોટા નખત્રાણા, નાના નખત્રાણા અને બેરૂનો સમાવેશ કરીને નખત્રાણા નગરપાલિકાને મંજૂરી આપી દીધી હતી. આ અંગે પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું.

    follow whatsapp