મુલાયમસિંહ યાદવ પંચમહાભુતમાં વિલિન, પુત્ર અખિલેશે મુખાગ્ની અર્પીત કરી

Mulayam singh yadav Last rites: મુલાયમસિંહ યાદવનું સોમનારે નિધન થઇ ગયું હતું. 82 વર્ષની ઉંમરે તેમણેગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના પાર્થિવ…

gujarattak
follow google news

Mulayam singh yadav Last rites: મુલાયમસિંહ યાદવનું સોમનારે નિધન થઇ ગયું હતું. 82 વર્ષની ઉંમરે તેમણેગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના પાર્થિવ દેહને ગુરૂગ્રામથી તેમના મુળ ગામ સૈફઇ ખાતે લાવવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ સેફઇમાં તેમને શ્રદ્ધાંજલી પાઠવવા માટે પહોંચ્યા હતા. મંગળવારે બપોરે સંપુર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રકારે એક આખો યુગ પંચમહાભુતમાં વિલિન થયો હતો.

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ આજે બપોરે પૈતૃક ગામ સેફઇમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે તેમને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન લોકોએ ધરતીપુત્ર અમર રહેના નારા લગાવ્યા હતા. તેમના પાર્થિવ શરૂરને સવારે 10 વાગ્યાથી અંતિમ દર્શન માટે સૈફઇ મેલા ગ્રાઉન્ડના પંડાલમાં રાખવામાં આવ્યા હતા. રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સેફઇમાં મુલાયમસિંહ યાદવના અંતિમ સંસ્કારમાં પક્ષ શું કે વિપક્ષ શું મોટા પ્રમાણમાં નેતાઓ આવી પહોંચ્યા હતા.

સેફઇ પહોંચેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અમારી વચ્ચે એક ખુબ જ મજબુત સંબંધ હતો. મુલાયસિંહ યાદવ ભારતીયરાજનીતિના એક મોટુ વ્યક્તિત્વ હતા. તેમના અવસાનના કારણે દેશ માટે ક્યારેય ન ભરી શકાય તેવી ખોટ છે. અમે અહીં તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે આવ્યા છીએ. વડાપ્રધાન મોદીએ મને ખાસ સંદેશ સાથે શ્રદ્ધાંજલી પાઠવવા માટે મોકલ્યો છે. તેઓ અહીં આવી શકે તેમ નથી. પરંતુ તેઓએ ખાસ મને શ્રદ્ધાંજલી અર્પિત કરવા માટે મોકલ્યો છે.

    follow whatsapp