અમરેલી: દુનિયભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન અમરેલીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ઉજવણી દરમિયાન જાહેર કાર્યક્રમમાં વનવિભાગની કાર્યપદ્ધતિ સામે અમરેલી મત વિસ્તારના સાંસદ નારણ કાછડીયાએ સવાલો ઉઠાવ્યા હતા. સાંસદ નારણ કાછડીયાએ વનતંત્રની અનેક બેદરકારીઓ ગણાવી અને જાહેરમાં ખખડાવ્યા.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવા જય રહી છે. આ દરમિયાન નેતાઓ એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યા છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહેલ અમરેલી મતવિસ્તારના સાંસદ નારણ કાછડીયાએ વનવિભાગની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે,ફોરેસ્ટ વિભાગ 1 વૃક્ષનું ઉછેર કરતું નથી. નવિભાગ આઇ.એમ. સમથિંગ નહિ આઇ.એમ. હેલ્પિંગ અપનાવવું જોઈએ. વૃક્ષ ઉછેર કરતી સદભાવના સંસ્થાઓને વૃક્ષ ઉછેરની કામગીરીઓ સોંપવી જોઈએ જાહેર મંચ પરથી વનવિભાગની કામગીરી અને કર્મીઓ સામે સવાલો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે.
વનતંત્રને આપી ચેતવણી
અમરેલી જિલ્લામાં વનવિભાગની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે. સિંહોની પજવણી, લાયન શો, સિંહોના મોત સહિતના અનેક મુદ્દે વનવિભાગ પર આંગળી ઉઠી ચૂકી છે. આ દરમિયાન સાંસદ નારણ કાછડીયા વનવિભાગથી નારણ કાછડીયા નારાજ જોવા મળ્યા હતા. જાહેર મંચ પરથી વનવિભાગના કર્મચારીઓને ખખડાવ્યા હતા. આ સાથે જ વયોવૃદ્ધ ખેડૂતોને તુકારા ભાષાના પ્રયોગ કરતા વનવિભાગ સામે સાંસદ કાછડીયા નારાજ થતાં તેમણે વનવિભાગને ચેતવણી આપતા કહ્યું હતું કે, ખેડૂતોનું અપમાન ના થાય તે જો જો.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી)
ADVERTISEMENT