રાજેશ આંબલીયા, રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના સાંસદ મોહનભાઈ કુંડારીયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરાએ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે પોતાની સર્વિસ રિવોલ્વમાંથી લમણે ગોળી ધરબીને આપઘાત કર્યો છે. આ બનાવની માળિયા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક કમાન્ડોએ લખેલી સુસાઇડ નોટને પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ મોહનભાઈ કુંડારીયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરા સામાન્ય રીતે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે જ રહેતા હોય છે જો કે, તેઓને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. બીમારીની સારવાર માટે તેઓને અગાઉ અમદાવાદ દાખલ પણ કરવામાં આવ્યા હતા.થોડા સમયથી તે પોતાના વતન હતા ત્યારે 45 વર્ષીય અશ્વિનભાઈ પોતાના વતન મોટા દહીસરામાં આત્મહત્યા કરી છે.
ફેફસાની બીમારીથી પીડિત હતા
ફેફસાની બીમારી હોવાના કારણે તેઓએ બીમારીથી કંટાળીને પોતાના મોટા દહીસરા ગામે આવેલા ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી છે. વધુમાં જાણવા મળતી પ્રમાણે અશ્વિનભાઈએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જે સુસાઇડ નોટ હાલમાં માળિયા તાલુકા પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. કોઈ આર્થિક સમસ્યા ન હતી પણ બીમારીથી કંટાળી મોતને વ્હાલું કર્યું છે.
સ્યુસાઇડ નોટમાં બીમારીનો ઉલ્લેખ
ઘટનાની જાણ થતાં પીએસઆઇ બી.ડી. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડેડબોડી ને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસને મળેલ સ્યુસાઇડ નોટ માં એ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ફેફસાની લાંબી બીમારીથી કંટાળી ને તેઓ એ આત્મહત્યા કરી લીધી હતી.
માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા અને એસઆરપી ગ્રુપ-13ની કેડરના અને હાલ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરાએ પોતાની સર્વિસ રિવોલ્વમાંથી લમણે ગોળી ધરબીને આપઘાત કરી લીધેલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરાએ લખેલી સુસાઇડ નોટને પોલીસે કબજે કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT