મોરબી: ગુજરાતમાં હવે ધીરે ધીરે વર્ષે 2024માં આવનાર ચૂંટણીનો માહોલ તૈયાર થવા લાગ્યો છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસ ભાજપનું સતત ત્રિજી વખત તમામ બેઠક પર જીતની હેટ્રીક રોકવા શક્તિસિંહ ગોહિલને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન ભાજપ વિપક્ષોને 5 લાખથી વધુ મતોથી તમામબેઠકો પર હારનો સ્વાદ ચખાડવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય વચ્ચે જાણે અણબનાવ હોય તેવી ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર એવા કેસરીદેવસિંહના સત્કાર કાર્યક્રમમાં મોહન કુંડારીયા પક્ષમાં જ રહેલા પોતાના વિરોધીઓ પર ખુબ ગર્જ્યા હતા.મોહનભાઈ કુંડારીયાએ એક વિરોધી જૂથને નામ લીધા વગર આડે હાથ લીધા હતા. ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કહ્યું કોઈ એમ માનતું હોય કે 2024 સુધી સાંસદ છું પરંતુ 2029 સુધી સાંસદ રહેવાનો છું. સૌરાષ્ટ્રની જાણીતી કહેવત ગાડુ કુતરુ નું ઉદાહરણ આપી સાંસદ દ્વારા ભાજપના જ વિરોધી જૂથને ટકોર કરવામાં આવી હતી. મોહનભાઈ કુંડારીયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોની મહેનત વિશે પણ વાત કરી હતી. બીજી તરફ આ કાર્યક્રમમાં વાંકનેરના જ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા.
ધારાસભ્ય જીતુ સોમાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં જીતુ ભાઈ પણ કોઈનું નામ લીધાવગર જાહેરમાં બોલ્યા કે, ગઢ આલા સિંહ ગેલા જેવી વાત છે આપડે ગઢતો જીત્યો છે. પરંતું આપડે કાન્હાજીને ગુમાવ્યા હતા. એ રીતે આપડી જે વાત હતી. પણ જીતશે, સમય સમયને માન છે. સમય હજુ બાકી છે. અમુક લોકો સત્તા પર બેઠા છે. તે 2024 પૂરતા જ છે. 2024 ની ચૂંટણીમાં તમની ઉમેદવારી પર ચોકડી ચોક્કસ છે. પણ આ દેશના વડાપ્રધાનનું નવ વર્ષનું સાશન, તેમાં ભારતનું ક્યાંય નામ ન હતું, જેને અમેરિકાના વિઝા મળતા ન હતા. આ તે જ અમેરિકા નરેન્દ્ર મોદીના ઘૂટણીએ પડે છે. મિત્રો આ તાકાત છે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની. જોકે આ વીડિયો ક્યારનો છે તે કહી ન શકાય. (વિથ ઈનપુટ: રાજેશ આંબલીયા, મોરબી)
ADVERTISEMENT