VADODARA માં એક સંતાનની માતા લવ-જેહાદનો ભોગ બની, દુષ્કર્મ, દોરાધાગા અને ધર્મ પરિવર્તન

વડોદરા : દિન-પ્રતિદિન રાજ્યમાં લવ જેહાદા કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં વધારે એક લવ જેહાદનો કિસ્સોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધારે એક…

LOVE JIHAD in Vadodara

LOVE JIHAD in Vadodara

follow google news

વડોદરા : દિન-પ્રતિદિન રાજ્યમાં લવ જેહાદા કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં વધારે એક લવ જેહાદનો કિસ્સોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે વધારે એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરામાં વિધર્મી યુવક મોહમ્મદ હુસૈને એક સંતાનની માતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. હુસૈને એક સંતાનની માતાને દોરા-ધાગા કરીને ફસાવી હતી. વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ તો મહિલાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. આ બાબતે પરણીત મહિલાએ નવાપુરાપોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે.

પરણીત મહિલાના આક્ષેપ અનુસાર મોહમ્મદ હુસૈન મહિલાને દરગાહનું પાણી પણ પીવડાવીને ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું. આરોપી મોહમ્મદે મહિલા પાસેથી રોકડ અને દાગીના પડાવી લીધા હતા. હાલ તો પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થતા પોલીસે ફરિયાદના આધારે તપાસ ચલાવી છે. મહિલાની ફરિયાદના આધારે આરોપી મોહમ્મદ હુસૈનની અટકાયત કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે. મોહમ્મદની તપાસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ શકે છે. અનેક મહિલાઓને ફસાવી હોવાની શક્યતા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. હાલ તો વડોદરામાં આ પ્રકારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે.

    follow whatsapp