સુરતઃ કતાર ગામમાં 3 વર્ષની ઉંમરના બાળકને માતાએ મોતને ઘાટ ઉતારી દીધો છે. નોંધનીય છે કે આ કેસ પર વધુ તપાસ કરતા પોલીસને ચોંકાવનારી માહિતી સામે આવી છે. અત્યારે ગુનો નોંધી તપાસ હાથ ધરી દેવામાં આવી છે. માતાએ છતના હુક સાથે દુપટ્ટો બાંધી પહેલા નાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારપછી પોતે પણ ગળામાં દોરડું નાંખી આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT
પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. મૃતકના પતિ રાકેશભાઈ હીરાની ફેક્ટરીમાં કામ કરે છે. તેમના લગ્ન 11 વર્ષ પહેલા યોગિતા બેન સાથે થયા હતા, જેમને 2 દીકરાઓ હતા. શનિવારે બપોરે યોગિતા બેને પહેલા નાના દીકરાને ગળે ફાંસો આપી હત્યા કરી અને ત્યારપછી પોતે પણ ગળેફાંસો ખાધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી દીધી છે.
મોટો દીકરો ઘરે આવ્યો ત્યારે ઘટનાની જાણ થઈ
આ ઘટનાથી મોટો દીકરો બચી ગયો હતો, કારણ કે આ સમયે તે બહાર રમવા ગયો હતો. તે જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેણે દરવાજો ખોલવા માતાને ટકોર કરી હતી. પરંતુ માતાએ કોઈપણ જવાબ નહોતો આપ્યો. ત્યારપછી તેણે મામાને ફોન કરતા તે ઘરે આવ્યા અને આ દરમિયાન બંને ગળે ફાંસો ખાધેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.
લાંબા સમયથી ઘરમાં ઝઘડા ચાલતા
પ્રાથમિક માહિતી પ્રમાણે પરિવારની અંદર સતત નાની નાની બાબતને લઈને ઝઘડાઓ થતા જોવા મળે છે. તેવામાં ગુસ્સામાં આવીને યોગીતાબેને આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. ત્યારપછી તેમના પિતાએ જ યોગીતાબેન વિરૂદ્ધ પોતાના માસુમ બાળકની હત્યાની ફરિયાદ નોંધાવી તપાસને આગળ વધારી છે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડો પચાવી ન શક્યા
મોટો દીકરો અને પતિ બહાર હતા ત્યારે માતાએ આ પગલું ભર્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે પતિ અને પત્નિ વચ્ચે એક દિવસ અગાઉ જ ઝઘડો થયો હતો. જેના પરિણામે યોગીતાબેને આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઘટનાસ્થળનું અવલોકન કરતા જાણવા મળ્યું કે માતાએ પહેલા દીકરાને પોતાની ઓઢણીમાં વિંટાળીને ગળે ફાંસો આપી દીધો હતો. ત્યારપછી પોતે દોરડા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનું પગલું ભર્યું છે.
ADVERTISEMENT