સાજિદ બેલિમ, વઢવાણ: ‘મા તે મા બીજા બધા વગડાના વા’ આ કહેવત વઢવાણની જનેતા એ લજવી હોઇ તેવી ઘટના વઢવાણ શહેરમાં બની છે. પ્રેમી સાથે મળી બે વર્ષનો પુત્ર પ્રેમમાં આડખીલી રૂપ હોઇ માતાએ માથામાં બોથડ પ્રદાથ તેમજ મુઢમાર મારી મારી નાખતા સમગ્ર પંથકમાં હત્યારી માતા પર ફીટકાર વરસી રહ્યો છે. પોલીસે બે વર્ષના ફૂલ જેવા બાળકની હત્યા કરનાર પ્રેમી અને હત્યારી માતાને જેલના સળીયા ગણતા કરી દીધા છે. વઢવાણ શહેરમાં આવેલ શ્રધ્ધા હોટલ પાછળ એવી ઘટના બની કે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. આ દુનિયામાં માતાની જોડે કોઇ ના આવે મા તે મા. પરંતુ વઢવાણમાં એક માતા એ મા શબ્દને લજવ્યો છે. પોતાના સગા બે વર્ષના પુત્રને પ્રેમી સાથે મળી મારી નાખતા હવે પસ્તાવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
પતિને છોડીને પ્રેમી સાથે રહેતી મહિલા
મુળ રાજકોટની 23 વર્ષની હુશેનાબેનને સાવરકુંડલા સલીમ નામના યુવક સાથે પરણાવી હતી અને લગ્ન જીવન દરમિયાન તેને એક ચાર વર્ષનો પુત્ર અને એક બે વર્ષનો પુત્ર જન્મ્યો હતો. પરંતુ પતિ સાથે રહેતી હુશેના બંને બાળકોને ખુબ જ માર મારતી હતી. જેથી સલીમભાઇ તેની પત્ની સાથે તેના સસરા નજીક રાજકોટ રહેવા આવી ગયો હતો અને ત્યાર બાદ છેલ્લા ત્રણેક મહિનાથી હુશેના વઢવાણ તેના પ્રેમી જાકીર હુશેનભાઇ ફકીર સાથે રહેવા જતી રહેલી અને બે વર્ષના બાળક આર્યનને પણ સાથે લઈ ગઈ હતી. પરંતુ તેના પતિ સલીમભાઇ એ કોઇ કાયદાકીય કાર્યવાહી કરી ન હતી.
પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ દીકરાને પતાવી નાખ્યો
પરંતુ તારીખ 8 માર્ચના રોજ હુશેના એ તેના પતિ સલીમભાઇને ફોન કરી જાણ કરી કે તેના પુત્ર આર્યનની તબિયત ખરાબ છે અને તે તેને રાજકોટ સિવિલમાં લઈને આવે છે. પરંતુ હુશેના જ્યારે પુત્રને લઈ રાજકોટ હોસ્પિટલ પહોંચી ત્યારે આર્યનના શરીર પર ઇજાઓના નિશાન હતા. જેથી સલીમભાઇએ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ કરવાનો આગ્રહ રાખતા પોસ્ટમોર્ટમ રીર્પોટમાં બે વર્ષના બાળક આર્યનને માથામાં બોથડ પ્રદાથ અને મુઢમાર મારતા મોત થયાનું આવતા સલીમભાઇ એ સુરેન્દ્રનગર બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક વઢવાણ શ્રધ્ધા હોટલ પાછળ રહેતા હુશેના અને તેના પ્રેમી જાકીરને ઝડપી આગવી ઢબે પુછપરછ કરતા તેઓ એ ગુન્હાની કબુલાત આપતા જણાવ્ચું કે તે વઢવાણના તેના પ્રેમી જાકીર સાથે રહેતી હતી. પરંતુ તેઓ બન્ને પ્રેમ સંબંધમાં હોઇ ત્યારે નાનું બાળક રોકકળ કરતા દાજના માર્યા બંનેએ સાથે મળી બે વર્ષના આર્યનને માથામાં ફટકા મારી તેમજ ઢીંકા પાટું મારી મારી નાખ્યો હતો અને ગુનો છુપાવવા ખોટું નાટક કરી બાળક બીમાર છે તેવું જણાવી રાજકોટ હોસ્પિટલ માં લઈ ગયા હતા.
આ પણ વાંચો: ‘મંદિરનો પ્રસાદ મીઠાઈ નથી’, સરકારે કહી દીધું, અંબાજીમાં મોહનથાળ બંધ, ચિક્કી જ ફાઈનલ
પિતાની સતર્કતાથી હત્યાનો ભેદ ખુલ્યો
પરંતુ પુત્રના પિતાની સતર્કતાથી હત્યાનો ભેદ ખુલ્યો અને હાલ પોલીસે સલીમભાઇની ફરીયાદ લઈ હત્યારી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી આકરી પુછપરછ કરી રહી છે. પરંતુ સગી માતાએ પ્રેમમાં આડખીલી રૂપ બે વર્ષના ફુલ જેવા બાળકને મારી નાખતા સમગ્ર પંથકમાં ફીટકાર વર્ષી રહ્યો છે. હવે કાયદો બે વર્ષના બાળકની હત્યા કરનારી માતા અને તેના પ્રેમીને શું સજા આપે છે તે જોવું રહ્યું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT