અમદાવાદ : ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસનો જેવો પ્રચાર પ્રસાર તો ખુબ જોરોશોરોથી કરવામાં આવી હતી. જો કે રો-રો ફેરી સર્વિસ ક્યારે પણ શરૂ થઇ નહોતી. સંતોષકારક રીતે ક્યારે પણ આ સર્વિસ ચાલી શકી નથી.
ADVERTISEMENT
ઘોઘા-દહેજ રો-રો ફેરીમાં સેંકડો લોકો ફસાયા
આજે જ સુરત (દહેજ) થી આવી રહેલી રો-રો ફેરી ભાવનગર (ઘોઘા) નજીક ફસાઇ ગઇ હતી. ઘોઘાથી સાંજે 05.30 કલાકે રો-રો ફેરી ઉપડી હતી. જો કે તે ઘોઘાથી થોડે જ દુર કાદવમાં ફસાઇ ગઇ હતી. છેલ્લા 6 કલાકથી ફસાયેલી પડી છે. ટગ બોટ દ્વારા તેને કાદવમાંથી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી હજી સુધી રો-રો ફેરી સર્વિસ બહાર આવી શકી નથી. આ અંગે રો-રો સર્વિસના હોદ્દેદારો કંઇ પણ બોલવા માટે તૈયાર નથી.
કલાકોથી લોકો ફસાયેલા, અધિકારીઓના મોબાઇલ બંધ
કલાકોથી આશરે 500 કરતા વધારે મુસાફરો ફસાયેલા છે. અનેક ટ્રક અને ગાડીઓ સહિત સેંકડો લોકો ફસાયેલા છે. લોકો પરેશાન છે. જો કે આ અંગે અધિકારીઓ કાંઇ પણ બોલવા તૈયાર નથી. મોબાઇલ બંધ કરીને મીડિયાથી દુર છે. હાલ તો સમગ્ર મામલે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. સમગ્ર મામલો રહસ્યમય બન્યો છે.
ADVERTISEMENT