Surendranagar News: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર રીતે પાકિસ્તાનની સીમા ક્રોસ કરી 50 જેટલા લોકોનો પરિવાર વસવાટ કરતો હોવાની માહિતી સામે આવી રહી છે. ખાસ વાત એ છે કે આ લોકો છેલ્લા 28 જેટલા વર્ષથી અહીં ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે, જોકે આ મામલે તંત્ર હજુ સુધી અજાણ છે.
ADVERTISEMENT
ભારતીય નાગરિકતા માટે મંત્રીઓને કરી રજૂઆત
પાકિસ્તાનમાં મહિલાઓની જાતીય સતામણીના પગલે 28 વર્ષ પહેલા કેટલાક લોકો બોર્ડર ક્રોસ કરીને કચ્છ પહોંચ્યા હતા અને બાદમાં સુરેન્દ્રનગરના સડલા ગામે આવ્યા. હાલમાં 50થી વધુ લોકો સુરેન્દ્રનગરના સડલા ગામમાં વસવાટ કરે છે અને તેમણે ભારતીય નાગરિકતા મેળવવા માટે જિલ્લા કલેક્ટર તથા કેન્દ્રીય મંત્રીઓ સુધી પણ રજૂઆતો કરી છે જોકે હજુ સુધી તેમની રજૂઆતો પર કોઈ નિર્ણય લેવાયો નથી.
સરકારી યોજના ન મળતા ખાવાના પણ ફાં ફાં
એવામાં આ પરિવારો હાલમાં અત્યંત દયનિય સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. આ પરિવારો પાસે આધારકાર્ડ સહિતના ભારતીય નાગરિકતા ન હોવાના કારણે પરિવારના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવતો નથી. ભારતીય નાગરિકતા ન હોવાના કારણે આ પરિવારને કોઈ સરકારી યોજનાનો લાભ પણ નથી મળી રહ્યો. હાલ પાકિસ્તાનથી આવેલા આ પરિવારજનોને જમાવના પણ ફાંફાં પડી રહ્યા છે. જોકે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવતા તેઓ આ બાબતે અજાણ હોવાનું જણાવી રહ્યા છે.
(વિથ ઈનપુટ: સાજિદ બેલિમ)
ADVERTISEMENT