ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયા 40 થી વધુ ટ્રસ્ટી, અનાર પટેલ સહિત જાણો કોનો કોનો થયો સમાવેશ

રાજકોટ:  પાટીદારોના આસ્થા સમાન ખોડલધામમાં આજે 7માં વર્ષમાં મંગલ પ્રવેશની ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટમાં આજે એક સાથે 40થી વધુ…

gujarattak
follow google news

રાજકોટ:  પાટીદારોના આસ્થા સમાન ખોડલધામમાં આજે 7માં વર્ષમાં મંગલ પ્રવેશની ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટમાં આજે એક સાથે 40થી વધુ ટ્રસ્ટીઓને ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલની પણ ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી છે. આજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અને ધારાસભ્યો સહિત રાજ્યભરમાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓ 
અનારબેન પટેલ
કરશન પટેલ
બીપીનભાઈ પટેલ
મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા
જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા)
ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫)
દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ)
વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ)
ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ)
વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ)
સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ
મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ)
રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા
વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ)
કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ)
ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા)
અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો)
પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા
નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ
ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
હિમતભાઈ બાબુભાઈ શેલડિયા
ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા
ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
રમેશભાઈ મેસિયા
ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા
નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા
સુસ્મિતભાઈ રોકડ
ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
રસિકભાઈ મારકણા
કિશોરભાઈ સાવલિયા
નાથાભાઈ મુંગરા
જીતુભાઈ તંતી
નેહલભાઈ પટેલ
પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ
કલ્પેશભાઈ તંતી
રમેશભાઈ કાથરોટીયા શ્રી મનીષભાઈ મંગલપરા
દેવચંદભાઈ કપુપરા
મનસુખભાઈ ઉંધાડ
રસિકભાઈ ઝાલાવાડિયા
પંકજભાઈ નાથાભાઈ ભુવા

કાર્યક્રમમાં મુખ્યમણત્રી રહ્યા ઉપસ્થિત
સમારંભ સ્થળે આવતાં પહેલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મુખ્ય મંદિર ખાતે ધ્વજા ચડાવી હતી. મુખ્યમંત્રી શ્રી ખુલ્લી જીપમાં કૃષિમંત્રી  રાઘવજીભાઇ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન  નરેશ પટેલ સાથે ઉપસ્થિતોનું અભિવાદન ઝીલતા ઝીલતા કાર્યક્રમ સ્થળે આવ્યા હતા.

 2027 માં દશાબ્દિ મહોત્સવ ઉજવાશે
2027માં ખોડલધામ દશાબ્દિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. નવા પ્રકલ્પો અને લીધેલા પ્રકલ્પો કેમ અને કેવી રીતે પૂર્ણ કરવા તેનું ટ્રસ્ટી મંડળ આયોજન કરવા લાગશે. રાજકોટ નજીક અમરેલી ગામે ભવ્ય શિક્ષણ અને આરોગ્યનું ધામ બનશે. નરેશ પટેલે જણાવ્યું કે, ખોડલધામ એક વિચાર છે. જે વિચારને રાષ્ટ્રકલ્યાણ સુધી પહોંચાડવાનો છે. ખૂટતી કડીઓ આપણે પૂર્ણ કરવાની છે. ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજશે. 21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ યોજાશે.

    follow whatsapp