Gujarat Rain Update: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં તો ભારે પૂરા સંકટ આવતા હજારો લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. સૌરાષ્ટ્ર કહો કે મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. હવે રાજ્યને મેઘરાજા રીતસર ધમરોળી રહ્યા હોય તેવું કહી શકાશે કે આ મેઘમહેર નથી, પરંતુ મેઘતાંડવ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને પગલે અનેક ટ્રેનો આજે રદ (train cancelled) કરવામાં આવી છે. તો વડોદરા વિશ્વામિત્રીના પૂરમાં ડૂબ્યું છે.
ADVERTISEMENT
પાણીમાં ડૂબ્યું વડોદરા
વિશ્વામિત્રી નદીમાં ભારે પૂરની સ્થિતિને પગલે વડોદરા શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આવા સમયે અનેક લોકો પાણીમાં ફસાઇ ગયા છે. સેન્ટ્રલ બસ સ્ટેશનમાં પણ પાણી ફરી વળ્યા છે. શહેરના રસ્તાઓ પર મગરના આંટાફેરા વધી ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. હરણી વિસ્તારમાં તો કારો ડૂબી ગઈ એટલું પાણી ભરાયેલું છે.
બે મંત્રીઓ વડોદરા જવા રવાના
ભારે વરસાદને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર, MSME મંત્રી (રાજ્યકક્ષા) જગદીશ વિશ્વકર્મા વડોદરા જિલ્લાની મુલાકાતે જવા રવાના થયા છે. બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદને પગલે થયેલ નુકસાન, હાલની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવશે.
ADVERTISEMENT