Bharuch: રાજ્યભરમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન છેતરપિંડીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. સસ્તી કિમતે સોનું આપવાની લાલચે નકલી સોનું બટકાવતી વધુ એક ગેંગ ઝડપાઇ છે. આ દરમ્યાન બાતમી મળેલી શંકાસ્પદ ગાડીને તપાસતા બે નકલી અને બે અસલી સોનાના બિસ્કિટ મળી આવ્યા
ADVERTISEMENT
ભરૂચમાં સસ્ત કિંમતે સોનુ વેચવાની લાલચ આપી લોકોને ઠગી લેતા વધુ એક ટોળકી ઝડપાઇ છે. ભરૂચ શહેર વિસ્તારમા SOG ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન PSIને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સફેદ કલરની સ્વીફટ કારમાં ચાર ઇસમો સોનાના બિસ્કીટ લઇ વેચવા માટે ફરે છે. આ શખ્શો છેતરપીંડી કરવાના હેતુથી શેરપુરા વિસ્તારમાં ફરે છે જે હકિકત આધારે શેરપુરા બાયપાસ પાસે આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ભરૂચ SOG ની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ 16.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શંકાસ્પદ સ્વીફ્ટ કાર નંબર GJ-12-FC-0515 આવતા તેને અટકાવી કારની તલાસી લેવામાં આવતા તેમા ચાર ઈસમ હતા જે ઈસમો પૈકી ઈબ્રાહિમ શાહ જુસબશાહ શેખ પાસેથી ઝડતી દરમ્યાન પેન્ટના ખિસ્સામાથી લાલ કાપડની નાની થેલીમા સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા. આ ઉપરાંત બીજા ઈસમ રઝાક અલાના સોઢા નાઓના ઝડતી દરમ્યાન તેમના પેન્ટના ખિસ્સામાથી લાલ કાપડની નાની થેલીમા વધુ બે સોના જેવા ધાતુના બે બિસ્કીટ મળી આવ્યા હતા. આ સોનાના બિસ્કિટ બાબતે બીલ કે અન્ય આધાર પુરાવા માટે પુછતા ભાંડો ફૂટ્યો હતો. ચારેયની અટકાયત કરી સોના જેવી ધાતુના બિસ્કીટ જવેલર્સ પાસે ચેક કરાવતા મળી આવેલ ચાર બિસ્કીટ પૈકી બે બિસ્કીટ સોનાના તથા બે બિસ્કીટ નકલી હોવાનું સામે આવ્યું હતું.
આ રીતે કરતાં હતા છેતરપિંડી
આ ઘટનાને લઈને SOG ના PI એ એ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઇસમો ઈસમો સોનના બિસ્કીટનુ વેચાણ કરે છે અને સોનાની હાલના બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચવાનું કહી ખરીદનારને વિશ્વાસમા છેતરપિંડી કરે છે. મોબાઈલમા સોનાના બિસ્કીટના ફોટા તથા વિડિયો મોકલી પોતાની પાસે રહેલ અસલ સોનાના બિસ્કીટ જોવા માટે આપી સોદો નક્કી કરે છે. સોદો નક્કી થયા પછી ખરીદનાર પાસે બોગસ આગડીયા પેઢીમા પૈસા જમા કરાવી થોડા કલાકો પછી સોનુ ઘરે મળી જશે એવી ખાતરી આપી રૂપીયા આગડીયા પેઢી પર જમા લઈ અને ખરીદનારના આગડીયા પેઢી પરથી ગયા પછી આ બોગસ આગડીયા પેઢી બંધ કરી ફરાર થઈ જાય છે.
ત્રણ કિલો સોનું નથી આપ્યું
ઝડપાયેલ આરોપી માંથી એક આરોપીએ અમદાવાદમાં છેતરપિંડી કરી હતી. રઝાક દ્રારા આવી જ રીતે અમદાવાદ શહેર બાપુનગર ખાતે રહેતા એક વ્યક્તિ પાસેથી રૂપીયા 1 ,35 ,00 ,000 /- લઈ વાત મુજબ ત્રણ કીલો સોનુ નહી આપી છેતરપીડી કરેલ હોવાનું જણાવે છે.
ધરપકડ કરાયેલ આરોપી
ઈબ્રાહિમશાહ જુસબશાહ શેખ
રઝાક અલાના સોઢા
અનવરખાન આમદખાન પઠાણ
હસનભાઈ આમધ સમા
આ પહેલા પણ ટોળકી ઝડપાઇ ચૂકી છે
આ આગાઉ અંકલેશ્વર શહેર પોલીસે બે ગુનાઓનો ભેદ ઉકેલી મહિલા સહીત 6 આરોપીઓની આણંદ પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશનમાં ધરપકડ કરી હતી. આ ટોળકીઓ સાચું સોનુ બતાવી સસ્તી કિંમતે વેચવાની તૈયારી બતાવે છે લાલચમાં આવી ખરીદાર સોદો કરે ત્યારે પૈસા પડાવી રફુચક્કર થઇ જાય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT