અમદાવાદમાં દેશના 20 રાજ્યો કરતાં વધુ એક્ટિવ કેસ ! કોરોનાના આંકડા છે ચિંતાજનક

અમદાવાદ: દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તંત્રની સતત ચિંતામાં વધારો કરી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદને લઈ માઠા…

gujarattak
follow google news

અમદાવાદ: દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ તંત્રની સતત ચિંતામાં વધારો કરી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદને લઈ માઠા સમાચાર સામે આવ્યા છે. ગુરુવાર સાંજ સુધીમાં અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કોરોનાના કુલ 908 એક્ટિવ કેસો છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,247 છે જેમાંથી 40 ટકા કેસ અમદાવાદના છે.

 અમદાવાદના એક્ટિવ કેસોના આંકડાની સરખામણી ફક્ત જિલ્લાઓ સાથે જ નહીં પરંતુ રાજ્યો સાથે પણ કરીએ તો આંકડા ચિંતાજનક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે બહાર પાડેલા આંકડા અનુસાર કર્ણાટકમાં 907 એક્ટિવ કેસ છે, દિલ્હીમાં 806, હિમાચલ પ્રદેશમાં 755, તમિલનાડુમાં 689 અને ગોવામાં 362 કેસ નોંધાયા હતા. એકલા અમદાવાદમાં જ દેશના 20 રાજ્યો કરતાં વધુ એક્ટિવ કેસ છે.

આઇપીએલથી વધશે સંક્રમણ ? 
એક તરફ આઈપીએલ શરૂ થઈ રહી છે. ત્યારે બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે અમદાવાદમાં આઈપીએલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં પ્રેક્ષકો નરેન્દ્ર મોડી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે સંક્રમણ વધવાની સંભાવના વધુ છે.

અમદાવાદના આંકડા ચિંતાજનક
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવાર સવારના આંકડા મુજબ, ગુજરાતમાં 2,136 એક્ટિવ કેસ હતા. જ્યારે કેરળના 3,389 અને મહારાષ્ટ્રના 2,506 બાદ દેશમાં ત્રીજા ક્રમે આવે છે. ભારતમાં કોરોનાની વાત કરવામાં આવે તો દેશભરમાં 13,509 એક્ટિવ કેસ છે જેમાંથી 6.5 ટકા એક્ટિવ કેસ અમદાવાદમાં જ છે.

    follow whatsapp