ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારા બાદ આજે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 942 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે દર્દીઓનો રિકવરી રેટ પણ વધીને 98.61% ટકા સુધી પહોંચી ગયો છે. આજે રવિવારે કોરોના સંક્રમણથી કુલ 679 દર્દીઓ સાજા થયા છે જ્યારે ત્રણ દિવસ બાદ આજે એકપણ મોત નથી થયું.
ADVERTISEMENT
કોરોનાના કેસ નાના નાના શહેરમાં વધતા ચિંતા વધી છે. રાજ્યના 8 મહાનગરો તથા 29 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 321 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા શહેરમાં 98, મહેસાણા જિલ્લામાં 54, બનાસકાંઠામાં 47, સુરત શહેરમાં 42 નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 6537 કેસ એક્ટિવ છે, જેમાંથી 14 જેટલા દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે, જ્યારે 6523 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે અત્યાર સુધીમાં 12,37,664 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં 11 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા
ADVERTISEMENT