Morbi News: મોરબીમાં આવેલા પંચાસર રોડ પર ટ્રકની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે અકસ્માતને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલાના પતિએ આશંકા દર્શાવી હતી, ત્યારે પોલીસની તપાસમાં મહિલાનો પાડોશી જ હત્યારો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. અંધશ્રદ્ધામાં પાડોશીએ જ મહિલાની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
સીસીટીવી ફૂટેજથી પકડાયો હત્યાનો આરોપી
વિગતો મુજબ, 31 જાન્યુઆરીના રોજ પંચાસર રોડ પર પૂરઝડપે આવતા ટ્રકે પંખુબેન નામની મહિલાને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતના બનાવમાં સીસીટીવી ફૂટેજ તપાસતા ટ્રક ચાલક અમૃતલાલ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. જેમાં આરોપીની પૂછપરછ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
પરિવારમાં સમસ્યા રહેતા પાડોસણ નડતર હોવાનું માની હત્યા કરી
જે મુજબ, અમૃતલાલ ચૌહાણ અને મૃતક પત્નીના ફરિયાદી પતિ રમણીકભાઈ ડાભી બાજુમાં જ રહેતા હતા. આરોપીએ એક જ દિવાલે મકાન બનાવ્યું હોતું. જોકે બંને વચ્ચે અવારનવાર પાણી ઢોળવા મુદ્દે માથાકૂટ અને બોલાચાલી થતી હતી. આથી 2 મહિના પહેલા જ આરોપી અમૃતલાલ ચૌહાણ પોતાનું મકાન ભાડે આપીને અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. જોકે તેની પત્નીને કેન્સર થતા અને દીકરી પણ 4 વર્ષથી રીસામણે હોવાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી.
આરોપી પકડીને પોલીસે કર્યો જેલ હવાલે
આરોપી અંધશ્રદ્ધામાં માનતો હતો અને પોતે રહેતો હતો ત્યાં આજુબાજુમાં કોઈ નડતરરૂપ હોવાની શંકા થતા 31મી જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે પાડોશી મહિલા પંખુબેન અનાજ દળાવા માટે જતા હતા ત્યારે ટ્રક ચાલુ કરી લીવર આપીને તેમના પર ટ્રક ચડાવી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે IPCની કલમ 302 ઉમેરી કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો અને કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT