મોરબીઃ ભાજપના ઉમેદવારની જાહેરસભામાં દારુડિયો આળોટતો જોવા મળ્યો, વીડિયો વાયરલ

મોરબીઃ મોરબીમાં ટંકારા ખાતે ભાજપના ઉમેદવારની સભા દરમિયાન સભા સ્થળ પાસે જ એક વ્યક્તિ દારુ પીધેલી હાલતમાં આળોટતો જોવા મળ્યો હતો. જોકે આ દરમિયાન ત્યાં…

gujarattak
follow google news

મોરબીઃ મોરબીમાં ટંકારા ખાતે ભાજપના ઉમેદવારની સભા દરમિયાન સભા સ્થળ પાસે જ એક વ્યક્તિ દારુ પીધેલી હાલતમાં આળોટતો જોવા મળ્યો હતો. જોકે આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ વીડિયો કેમેરામાં કંડારી લીધો હતો. વીડિયો ન આવે તે માટે એક ભાજપનો ખેસ પહેરેલા વ્યક્તિ વચ્ચે પણ આવી જાય છે પરંતુ છતા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જોકે તેની સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી.

નેતા ભાષણ આપતા હતા, વ્યક્તિ આળોટતો હતો
મોરબીના ટંકારામાં હડમતીયા ગામે ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયાની જાહેર સભા યોજવામાં આવી હતી. પોતાના ઉમેદવારના પ્રચાર માટે આવેલા ભાજપ નેતાઓ અને કાર્યકરોની સભા દરમિયાન એક વ્યક્તિ દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ભાજપ નેતા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે આ વ્યક્તિ ત્યાં જમીન પર આળોટતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતમાં દારુ નથી મળતો તેવું નિવેદન આપ્યું હતું. જોકે ગુજરાતમાં દારુ મળતો નથી તેવો દાવો ખરેખર થઈ શકે તેવી સ્થિતિ જ નથી કારણ કે તેના પછી જ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ લઠ્ઠાકાંડને ભાજપે કેમિકલ કાંડ શબ્દ આપ્યો હતો જોકે તે કેમિકલ કાંડ હોય કે લઠ્ઠાકાંડ તેમાં ન પડીએ તો પણ તેમાં ઘણા લોકોના જીવ ગયા હતા. આવો જોઈએ વીડિયો.

    follow whatsapp