રાજકોટઃ રાજકોટમાં રાહુલગાંધીએ મોટી જનમેદનીને સંબોધી હતી. દરમિયાન તેમણે મીડિયા પર પણ ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે રોજ 7થી 8 કલાક ભારત જોડો યાત્રા કરીએ છીએ. લોકોને મળીએ છીએ એક મોટી નદી જેવો માહોલ હોય છે પરંતુ મીડિયા તેને બતાવતું નથી. આ ઉપરાંત તેમણે મોરબીની ઘટનાને લઈને પણ સરકારની નીતિ પર સવાલો કર્યા હતા. સાથે જ મોંઘવારી જે યુપીએ સરકાર વખતે હતી અને હાલ કેવી સ્થિતિ છે તે અંગે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, ભારતમાં હાલ સપના માત્ર બે ત્રણ ઉદ્યોગપતિઓ જ જુએ છે. યુવાનોના સપના પુરા થતા નથી.
ADVERTISEMENT
ઉદ્યોગપતિઓના દેવા માફ થાય ખેડૂતોને નાદાર કહેવાય છેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, ભારત જોડો યાત્રામાં ઘણું શીખવા મળી રહ્યું છે. યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ વગેરે સાથે વાત થઈ રહી છે ઘણું શીખવા મળી રહ્યું છે. બહુ લોકો મળે છે પરંતુ ટીવી વાળા બધું બતાવતા નથી. દુઃખ એ વાતનું છે કે આ યાત્રા ગુજરાતથી નથી નીકળી. ઘણી ખુશી થાય છે પણ દુઃખ પણ થાય છે જ્યારે યુવાનો સાથે વાત કરીએ છીએ તેમની આપવીતી સાંભળીએ છીએ. ઘણું ભણ્યા પણ હવે પીઝા ડિલિવરી કરવી પડે છે, ઉબરની નોકરી કરવી પડે છે. ખેડૂતો કહે છે. લાખો કરોડો રૂપિયાનું દેવું ત્રણ ચાર ઉદ્યોગપતિઓ લે છે અને પછી તેમના દેવા માફ થઈ જાય છે. ખેડૂતો કહે છે અમે શું ગુનો કર્યો. અમે 50 હજાર દેવું લે છે ત્યારે તેને નાદાર કહે છે અને બેન્કો જ્યારે અમિરોના દેવા પાછા આવતા નથી તો તેને નોન પર્ફોમિંગ અસેટ કહી દે છે.
મોરબીની ઘટનામાં ચોકીદારોને પકડ્યા જવાબદારોને નહીં- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ મોરબી અંગે કહ્યું, મોરબીની ઘટના થઈ ત્યારે પત્રકારોએ પુછ્યું તમે શું વિચારો છો. ત્યારે મેં કહ્યું કે 150 લોકોના મૃત્યુ થયા છે. આ રાજનૈતિક મુદ્દો નથી. આના પર હું નહીં બોલું. પણ હવે સવાલ ઊભો થાય છે. જેમણે આ કામ કર્યું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં? કોઈ FIR નહીં? ભાજપ સાથે તેમના સારા સંબંધો છે તો તેમનું કશું જ નહીં થાય? ચોકીદારોને પકડી લીધા, અંદર કરી દીધા પણ જે ખરા જવાબદારો છે તેમની સામે કશું જ નહીં? આ ગુજરાત જે તમારો પ્રદેશ છે આ સ્મોલ અને મીડિયમ ઈન્ડસ્ટ્રીનું સેન્ટર છે. તમારી કરોડરજ્જૂ છે. તમે આખા દેશને રોજગાર આપો છો. આ બે ત્રણ અરબો પતિઓ છે તે રોજગાર નથી આપતા. તમે નાના વેપારીઓ રોજગાર આપતા હતા. નોટબંધી કરી દીધી, કાળુ ધન તો ન ખતમ થયું પણ બધા સ્મોલ અને મીડિયમ બિઝનેશ બંધ થયા. ખોટો જીએસટી લાગુ કરાયો. દર મહિને ફોર્મ ભરો અને જે બચ્યા હતા તે પણ પુરા થઈ ગયા. અરબોપતિઓ માટે રસ્તો સાફ કર્યો.
45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે ભારતમાંઃ ગાંધી
કોરોના સમય અંગે કહ્યું, હું 2000 કિલોમીટર ચાલ્યો છું તે મોટી વાત નથી, ભારતના બધા મજુરો તેના કરતાં વધુ ચાલ્યા છે ભુખ્યા ચાલ્યા છે. કોરોના સમયે જ્યારે તેમને સરકારની મદદની જરૂર હતી ત્યારે તેમને સરકારની કોઈ મદદ ન મળી. મજુરો રોડ પર મરી રહ્યા હતા ત્યારે તે જ સમયે ભારતની સરકારે મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા હતા. કોરોના, ખેડૂતો, સ્મોલ બિઝનેસ સામેના આ હથિયાર છે. બે ત્રણ અરબોપતિઓ જેમને તમે જાણો છો તેમના માટે રસ્તો સાફ કરવાના હથિયાર છે. તે કોઈપણ બિઝનેસ ચલાવવા માગે તે કરી શકે છે. ટિલિકોમ, એરપોર્ટ, પોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેતી, ગ્રોસરી સ્ટોર્સ જે પણ ધંધો કરવો હોય તે લોકો કરી શકે છે. જે સપના જોવા હોય તે તેઓ જોઈ શકે છે. પણ જો હિન્દુસ્તાનનો યુવાન સપના જુએ, એન્જિનિયર બનવા માગે. તો પહેલા પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યૂશનમાં જાઓ અને લાખો રૂપિયા આપો. પછી એન્જિનિયર નથી બનતા મજુરી કરવી પડે છે. આજે આ દેશમાં યુવાનોને રોજગાર નથી મળી શકતો. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે ભારતમાં. ખાનગીકરણ બધી જગ્યાએ થઈ રહ્યું છે અને કોને અપાય છે તો તે જ બે ત્રણ ઉદ્યોગપતિઓને. પબ્લીક સેક્ટરમાં તમને રોજગાર ન મળી શકે. એક તરફ બેરોજગારી બીજી બાજુ મોંઘવારી
ગુજરાતે અમને રસ્તો બતાવ્યો ભારત જોડો યાત્રા એ જ છેઃ રાહુલ ગાંધી
યુપીએના સમયમાં પેટ્રોલના ભાવ 60 રૂયિયા હતા, હવે 100થી વધુનું છે. ગેસ સિલિન્ડર 400નું હતું આજે 1100 રૂપિયાનું થઈ ગયું. બે ભારત બની રહ્યા છે એક અબજોપતિઓનું અને બીજુ ગરીબ જનતાનું, ખેડૂતો, મજુરોનું, વેપારીઓનું, અમને બે ભારત નથી જોઈતા અમારે એક જ ભારત જોઈએ છે. ભારત જોડો જે શરુ થયું છે તેની પાછળ વિચાર તમારો છે. ગુજરાતનો છે, ગાંધીજીનો છે. આ નવું નથી કરી રહ્યા, ગુજરાતે અમને રસ્તો બતાવ્યો છે. તમારી પાસેથી જ શીખીને અમે આ તપસ્યા કરી રહ્યા છીએ. 7થી 8 કલાક ચાલ્યા પછી અમે ફક્ત 15 મીનિટ અમારી વાત મુકીએ છીએ તેટલા કલાક અમે લોકોની વાતો સાંભળીએ છીએ. દરમિયાન રાહુલ ગાંધીને સંબોધન પછી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અર્પણ કરાયું હતું.
ADVERTISEMENT