અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેત થયેલા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતીયાની જીતને પકડારતી ગુજરાત હાઈકોર્ટમાં કરવમાં આવેલી અરજીમાં ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને નોટિસ જારી કરવામાં આવી છે. હાઈકોર્ટે પક્ષકારોને જવાબ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો છે. આ મામલાની આગામી સુનાવણી મે મહિનામાં થશે.
ADVERTISEMENT
ખોટું એફિડેવિટ છતાં રિટર્નીંગ ઓફિસરે મંજૂર રાખ્યું
હાઈકોર્ટમાં અરજદાર દ્વારા કરવામાં આવેલી ઈલેક્શન પિટિશનમાં કાંતિ અમૃતિયાએ ઉમેદવાર તરીકે રજૂ કરેલા સોગંદનામાની વિગતો સામે સલવા ઉઠાવાયા હતા. આક્ષેપ છે કે સોગંદનામાની વિગતો ખોટી અને ભૂલવાળી હોવા છતાં ચૂંટણી રિટર્નીંગ ઓફિસરે સોગંદનામું મંજૂર રાખ્યું હતું, જે લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓના સરેઆમ ભંગ સમાન છે. આમ કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરીને કાંતિ અમૃતિયા ચૂંટી લડ્યા હોવાથી તેમના પરિણામને ગેરલાયક ઠેરવવા પિટિશનમાં દાદ માગવામાં આવી હતી.
શું આક્ષેપ છે?
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પોતાની એફિડેવિટમાં ખોટી માહિતી આપ્યાનો આક્ષેપ છે. તેમના વિરુદ્ધ મધુ નિરૂપાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં કહેવાયું છે કે કાંતિ અમૃતિયાએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કાંતિ અમૃતિયાએ સરકારી ક્વાર્ટર હોવાનું જણાવ્યું હતું, પરંતુ 2022ની એફિડેવિટમાં સરકારી ક્વાર્ટર નથી એમ લખ્યું છે. અરજદારોનો આક્ષેપ છે કે એફિડેવિટમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન સરકાર ક્વાર્ટર તેમજ સરકારી લેણાની વિગતો લખવાની હોય છે.
50 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા કાંતિ અમૃતિયા
નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કાંતિ અમૃતિયા મોરબી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 50 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા. કાંતિ અમૃતિયાની સામે કોંગ્રેસના જયંતિ પટેલ મેદાનમાં હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT