'અમારે ધારાસભ્યને પણ પાણીની ભીખ માગવી પડે છે...', કાંતિ અમૃતિયા શા માટે થયા ગુસ્સે?

Gujarat Tak

21 Jun 2024 (अपडेटेड: Jun 21 2024 6:27 PM)

મોરબી અને હળવદને પૂરતું પાણી પહોંચતું નથી. જેને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા 20 જૂને લખતર તાલુકાના ઢાંકી ગામે આવેલા એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશને પહોંચ્યા હતા.

Morbi MLA kanti amrutiya

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા

follow google news

Morbi MLA Video Viral : મોરબી અને હળવદને પૂરતું પાણી પહોંચતું નથી. જેને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા 20 જૂને લખતર તાલુકાના ઢાંકી ગામે આવેલા એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશને પહોંચ્યા હતા. અહીં તેમણે કામગીરી જાણી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મોરબી અને હળવદ પૂરતું પાણી ન પહોંચતું હોવાનું મુખ્ય કારણ પાણીનો બગાડ હોવાની વાત કરાઈ. તંત્રના અધિકારીઓ દ્વારા પાણીનો બગાડ અટકાવાતો ન હોવાનો ઉલ્લેખ કરાયો. આ બગાડ તાત્કાલિક અસરથી અટકાવી મોરબી અને હળવદને પૂરતું પાણી મળે તે માટે કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, ધારાસભ્ય અને ખેડૂતો ભીખ માગે છતાં અધિકારીઓ પાણી નથી આપતા.

આ પણ વાંચો

અમારે ધારાસભ્યને પણ પાણીની ભીખ માગવી પડે છે : કાંતિ અમૃતિયા

આ અંગે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ અધિકારીઓ પર આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે. કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, 'અમારે ધારાસભ્યને પણ કેનાલ પર જઈને પાણીની ભીખ માગવી પડે છે. આ બધુ બંધ કરવું જોઈએ. જે પણ પાણીનો બગાડ થતો હશે તે અધિકારીને સસ્પેન્ડ કરો. નહીતર હું તમારે ત્યાં આવીને તમારી જવાબદારી છે તે જાહેરમાં કહીશ.'

અધિકારીની બેદરકારીએ પાણીનો બગાડ થાય છે : કાંતિ અમૃતિયા

વધુમાં તેમણે કહ્યું હતું કે, 'મોરબી જિલ્લાની મચ્છુમાં થોડું પાણી આવે... બ્રાહ્મીમાં આવે તે વપરાય જાય છે. અધિકારીની બેદરકારીએ પાણીનો બગાડ થાય છે. બકનળી આવતી હોય, ગેટ ઉંચા કરી નાખે... આજે સેક્રેટર અને સીપી સાથે બેઠો હતો. જે પણ અધિકારી પાણીનો બગાડ કરતા હોય તે અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ.'

ગાંધીનગરમાં ધારાસભ્યોએ અધિકારી સાથે કરી બેઠક

તો બંને ધારાસભ્યોએ લડાયક મૂડમાં દેખાયા હતા. ગાંધીનગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ધારાસભ્યોએ અધિકારીઓની બેદરકારીને લઇને જ પૂરતું પાણી ન મળતું હોવાનું જણાવ્યું હતું. તેવામાં આગામી ટૂંક સમયમાં જ પૂરતું પાણી મળી રહે તેવી કામગીરી કરવા આદેશો કર્યા હતા. મુલાકાત દરમિયાન તેઓએ અધિકારીઓનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, 'એક તરફ પાણી વેસ્ટ જાય છે અને બીજી બાજુ લોકોને પીવાનું પણ પાણી મળતું નથી તે કેવી રીતે ચલાવી લેવાય. અહીંયાથી પૂરતું પાણી છોડવામાં આવે છે છતાં હળવદ અને મોરબી સુધી પાણી પહોચતું નથી. તો પાણી ચોરી અટકાવવા માટે તમને પોલીસ અને એસઆરપી પણ આપી છે છતાં પાણી ચોરી કેમ અટકતી નથી. જો તમારે કામગીરી ન કરવી હોય તો ઘરે જવાની તૈયારી રાખજો.'

તેઓની આ મુલાકાત દરમિયાન લખતર ઇન્ચાર્જ મામલતદાર એમ.જે. નાકીયા, ઢાંકી ગામનાં સરપંચ પ્રભુભાઈ મકવાણા સહિત અનેક નર્મદાના અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
 

    follow whatsapp