મોરબી : ગુજરાત પોલીસ દ્વારા મોરબી કાંડ મુદ્દે 9 આરોપીઓની અટકાયત કરી લેવામા આવી છે. પ્રાથમિક તપાસમાં આ લોકો આરોપી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે અટકાયત કરી છે. દીપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપીયા, મહાદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહીલ, દિલીપ ગોહીલ, મુકેશ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ દ્વારા કુલ 9 લોકોની અટકાયત એક પણ અજન્તા ગ્રુપનો કર્મચારી નહી
અટકાયત કરાયેલા લોકો પૈકી 9 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જેમાં 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા – પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. તમામને મોરબી સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા છે. મેડિકલ ચેકઅપ બાદ તમામની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવશે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, ઓરેવા કંપનીના એક પણ વ્યક્તિનો આમાં સમાવેશ થતો નથી. મુખ્ય આરોપી ફરાર છે અને પોલીસ નાના નાના પ્યાદાઓને પકડીને ફેફસા ફુલાવી રહી છે.
પોલીસ પણ ફુંકી ફુંકીને પગલા માંડી રહી છે
જો કે જેના કામ માટે ગાંધીનગરથી ફોન આવતા હોય તેવા દિગ્ગજ ઉદ્યોગપતિ પર હાથ નાખતા પહેલા પોલીસ પણ અનેક ગરણે ગાળશે. જેથી પોલીસ હાલ તો આવા નાના મોટા કોન્ટ્રાક્ટર અને માળીની ધરપકડ કરીને ખુશ થઇ રહી છે. લોકોને પોતે કામ કર્યાની હાજરી પુરાવી રહી છે.
ADVERTISEMENT