મોરબી : સમગ્ર ગુજરાતને હલબલાવી દેનારા મોરબી દુર્ઘટનાકાંડમાં 150 થી વધારે લોકોનાં મોત થઇ ચુક્યાં છે. સરકાર દ્વારા જોકે હજી સુધી અધિકારીક રીતે 137 લોકોનાં મોત નો જ સ્વિકાર કરવામાં આવી રહ્યો છે. હાલ વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ કાલે બપોરે 1 વાગ્યે મોરબી પહોંચવાના છે. જ્યાં તેઓ દુર્ઘટનાસ્થળે જશે અને હોસ્પિટલમાં દાખલ ઘાયલ દર્દીઓ સાથે પણ મુલાકાત કરશે.
ADVERTISEMENT
બેશરમ બનેલા નેતાઓએ લાજશરમ નેવે મુકી
જો કે આ જાણે કોઇ મોટી ઇવેન્ટ હોય તે પ્રકારે બેશરમ થઇ ચુકેલા તંત્ર અને નેતાઓ દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં રંગરોગાન શરૂ કરી દેવામાં આવ્યું છે. બચાવકામગીરીમાં ઉણી ઉતરેલું તંત્ર કલરકામ કરવામાં કાચુ ન પડે તેની તકેદારી રાખી રહ્યું છે. સમયે હોસ્પિટલમાં લોહી પહોંચ્યું હોય કે ન પહોંચ્યું હોય એમ્બ્યુલન્સ પહોંચી હોય કે ન હોય પરંતુ પીએમ આવી રહ્યા છે એટલે હોસ્પિટલ તો ચકાચક કરવી જ પડેને.
પીએમ આવે તે પહેલા આખેઆખો વોર્ડ બદલી દેવાયો
રાતોરાત દર્દીઓના ખાટલા પણ બદલી દેવામાં આવશે. આ ઉપરાંત પીએમ આવે ત્યારે જાણે કે આખી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ હોય તેવો એક આખો વોર્ડ જ ખડો કરવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. સેંકડો લોકોના મોતનો મલાજો જાળવવાના બદલે બેશરમ થઇ ચુકેલા અધિકારીઓ અને નેતાઓ દ્વારા કલરકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આપના નેતાએ ઘટના સ્થળે પહોંચીને કલરકામ બંધ કરાવી તંત્રની ઝાટકણી કાઢી
આ અંગે હાલ નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ આ અંગે ટ્વીટ કરીને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. નાગરિકો પણ ટ્વીટર પર ફિટકાર વરસાવી રહ્યા છે. આવી દુખની ઘડીમાં પણ તંત્ર મેકઓવરમાં પડ્યું છે જે ખુબ જ આઘાતજનક બાબત છે. રાતોરાત પીએમ આવવાના હોય ત્યારે તંત્ર દ્વારા અલ્લાઉદ્દીનના જીનની જેમ બધી જ વસ્તુઓ હાજર કરીને કલરકામથી માંડીને રિનોવેશનનું કામ શરૂ કરી દેવાયું છે. જેનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT