રાજેશ આંબલિયા/મોરબી: ક્રિકેટના મેદાનમાં રમતા રમતા હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં તાજેતરમાં જ ક્રિકેટ રમતા રમતા મોત થયાના 6 દિવસમાં જ વધુ એક યુવાનનું ક્રિકેટના મેદાનમાં મોત થયું છે. મોરબીમાં લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ બાદ જિલ્લા પંચાયતના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે.
ADVERTISEMENT
જિલ્લા પંચાયતનો કર્મી મેદાનમાં પ્રેક્ટિસ દરમિયાન ઢળી પડ્યો
મોરબીમાં 31મી. સ્વ. બળવંતરાય મહેતા અંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના કર્મચારી અશોકભાઈ કણઝારીયાએ પણ ભાગ લીધો હતો. ત્યારે મદાન પર ક્રિકેટની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવતા જ અશોકભાઈનું મોત થયું હતું.
ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓને ટેસ્ટ કરાવવા કહેવાયું
જિલ્લા પંચાયતના કર્મચારીનું મોત થતા ક્રિકેટ ટૂર્નામેન્ટ જે 26થી 31 માર્ચ વચ્ચે યોજાવાની હતી તેને હાલ મુલતવી રાખવામાં આવી છે. બાદમાં તેને 10થી 14 એપ્રિલ વચ્ચે યોજવામાં આવશે. સાથે જ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓને તમામ જરૂરી પરીક્ષણ અને લેબટેસ્ટ કરાવવા માટે પણ સૂચન કરાયું છે જેથી તેઓ આગામી ટૂર્નામેન્ટમાં ભયુમક્ત થઈને ભાગ લઈ શકે.
અગાઉ રાજકોટમાં યુવાન મેદાનમાં ઢળી પડ્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા 19 માર્ચના રોજ રાજકોટમાં 45 વર્ષના એક યુવકનું ક્રિકેટના મેદાનમાં રમતા રમતા મોત થયું હતું. વ્યસન કે કોઈ બીમારી ન ધરાવતા યુવકને મેદાન પર ગભરામણ થઈ અને વાહન પર બેઠો એટલામાં જ ઢળી પડ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અમદાવાદમાં પણ GST વિભાગના કર્મચારીનું મેદાનમાં બોલિંગ કરતા હાર્ટ એટેકથી મોત થયું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT