મોરબી દુર્ઘટના કેસ: જેલમાંથી બહાર નીકળવા જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી જામીન અરજી

Morbi Accident: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ છે. તેમણે જામીન મેળવવા માટે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી…

gujarattak
follow google news

Morbi Accident: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ છે. તેમણે જામીન મેળવવા માટે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે હંગામી અને નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે આ અરજી પર દિવાળી બાદ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ જયસુખ પટેલની દિવાળી જેલમાં જ પસાર થઈ હતી. SITના રિપોર્ટમાં પણ ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી.

અત્યાર સુધીમાં 6 આરોપીઓ મુક્તને જામીન મળ્યા

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેએ કોર્ટને શરતી જામીન પર મુક્ત કર્યા છે. રાજકોટ અને મોરબીમાં તેમને ન પ્રવેશવાની શરતે જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેમાં 3 સુરક્ષા કર્મચારી, 2 ક્લાર્ક, 1 મેનેજરનો સમાવેશ થાય છે.

શું હતી મોરબી બ્રિજ દુર્ઘટના?

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રાજાશાહી કાલીન એક ઝુલતો બ્રિજ હતો. જેને ઓરેવા કંપની દ્વારા 2 કરોડના ખર્ચે રિનોવેટ કર્યો હતો. સીએફએલ અને LED બલ્બમાં 1 વર્ષની ગેરેંટી આપતી કંપનીએ બનાવેલો પુલ 1 જ મહીનો ટક્યો હતો. 26 ઓક્ટોબર, 2022 ના દિવસે મોરબીનો ઝુલતો પુલ ખુલ્લો મુકાયો હતો. જે 5 જ દિવસની અંદર તુટી ગયો હતો. જેમા 135 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ ઓરેવાના MD જયસુખ પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યાર બાદ તપાસમાં આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો હતો.

    follow whatsapp