મોરબી: માળીયા તાલુકાની યુવતીનું અપહરણ કરી માર મારી દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. મુસ્લિમ શખ્સે હિન્દૂ યુવતીનું અપહરણ કર્યું અને ગામડામાં લઇ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ હોસ્પિટલ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. કડક કાર્યવાહીની પોલીસ દ્વારા સાંત્વના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી ઈરફાન અલી સુમરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
રોષે ભરાયેલા લોકોએ આગ ચાંપી દીધી
જો કે આ મામલે પોલીસ આરોપીને પકડે તે પહેલા સ્થાનિક લોકોનો ગુસ્સો ફુટી નિકળ્યો હતો. માળીયાના દહીંસરા ગામે વિધર્મી વ્યક્તિના ઘરમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. દુષ્કર્મના મુખ્ય આરોપી ઇરફાન સુમરાના ઘરે આગ લગાવી દીધી હતી. જો કે ટોળા દ્વારા આગ લગાવાઇ હતી. આગ કોણે લગાવી તે અંગે હજી સુધી માહિતી સામે આવી નથી. માળીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સમગ્ર મામલે તપાસ આદરી હતી.
મોરબીમાં વાતાવરણ તંગ બન્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના બન્યા બાદ મોરબી ખાસ કરીને માળીયા તાલુકામાં વાતાવરણ તંગ બન્યું છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસ પણ આરોપીને ઝડપી લેવા માટે તપાસ આદરી છે.
ADVERTISEMENT