મોરબીઃ મોરબીના ઝુલતા પુલની પડી જવાની ઘટનામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા. જોકે આ ઘટનામાં જ્યારે મોટા માથા સરળતાથી નીકળી જશે અને નાની માછલીઓને કડક સજા થશે તેવા આક્ષેપો જનતા તંત્ર પર લગાવી રહી છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફીસરને પુછપરછ માટે પોલીસે પુછપરછ માટે બોલાવ્યા હતા. જોકે પોલીસને મળીને આવ્યા પછી જ્યારે તેઓ બહાર આવતા હતા ત્યારે મીડિયા તેમને ઘેરી વળ્યું હતું. મીડિયાના સવાલોના જવાબ તેમણે આપ્યા ન હતા.
ADVERTISEMENT
4 કલાક સુધી પોલીસે કરી પુછપરછ
મોરબીની ઘટનામાં પોલીસે મોરબી પાલિકાના ચીફ ઓફીસર સંદિપસિંહને પુછપરછ માટે બોલાવ્યા છે. પોલીસે ચીફ ઓફિસર સંદિપસિંહ જાલાને પુછપરછ માટે બોલાવ્યા હતા. જે પછી જ્યારે પોલીસ સાથેની વાતચીત પછી જ્યારે તેઓ બહાર આવી રહ્યા હતા ત્યારે તેમને મીડિયા ઘેરી વળ્યું હતું. મીડિયાએ આ બનાવ અંગેના વિવિધ સવાલો કર્યા હતા. જોકે સંદિપસિંહે એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો. આથી બીજી તરફ જ્યાં સંદિપસિંહે મીડિયાના એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો તે વચ્ચે તેમને પુછપરછ માટે તેડુ મોકલનાર ડીવાયએસપી પણ રવાના થઈ ગયા હતા. પોલીસે સંદિપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી. પોલીસે અત્યાર સુધીના પુલને લગતા દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે. પુલ ખુલ્લો મુકાયો તે અંગે સંદિપસિંહને જાણકારી હતી કે કેમ તે અંગે પોલીસે પુછપરછ કરી છે.
મીડિયાના સતત સવાલોથી બચીને નીકળી ગયા
મીડિયાએ જ્યારે સંદિપસિંહને સવાલો કર્યા ત્યારે સિંદિપસિંહે મીડિયાના સવાલોમાં માત્ર એટલા જ જવાબ આપ્યા કે તે તપાસનો વિષય છે અને તેના અમે જવાબો આપેલા છે. હાલ કોઈ કમેન્ટ કરવા માગતો નથી. નો કમેન્ટ, થેન્ક્યુ. આવા જવાબો આપને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ એ જ ચીફ ઓફીસર છે જેમનું નિનેદન ઘટના પછી પહેલી વખત સામે આવ્યું હતું. જે તે સમયે તેમણે આ પુલને ખોલવાને મામલે તંત્રને જાણ કરાઈ ન હોવાનું કહેવાયું હતું. જોકે હવે તેઓ મીડિયાથી વાત કરતા દુર ભાગે છે.
(વીથ ઈનપુટઃ ગોપી ઘાંઘર, મોરબી)
ADVERTISEMENT