મોરબીઃ મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલ પર ગત રવિવારની સાંજે બનેલી ઘટનામાં ઘણા લોકો નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા. રેસ્ક્યૂ ઓપરેશનમાં 170 જેટલા લોકોનો બચાવ કરવામાં આવ્યો. ઘટના દરમિયાન એક વાત એવી હતી કે હજુ એક વ્યક્તિ ગુમ છે. તપાસમાં આવું કોઈ વ્યક્તિ ન હોવાનું સામે આવ્યા પછી આજે રિલીફ કમિશનર દ્વારા આ સર્ચ ઓપરેશનને બંધ કરવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
અદ્યતન ટેક્નોલોજીથી કર્યું સર્ચ ઓપરેશન
મોરબીના ઝુલતા પુલમાં નદીમાં પડેલા લોકો પૈકીના 170 જેટલા લોકોનો રેસ્ક્યૂ ઓપરેશનમાં બચાવ કરવામાં આવ્યો હતો. 135 લોકો આ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. જોકે એક કોલ એવો હતો કે જેમાં હજુ પણ એક વ્યક્તિ ગુમ હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન તંત્રની સર્ચ ઓપરેશનમાં લાગેલી એજન્સીઓએ જ્યાં સુધી આ વ્યક્તિ મળે નહીં ત્યાં સુધી તેની શોધ કરવાનું અને સર્ચ ઓપરેશન બંધ ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ વ્યક્તિ ક્યાં છે તેની તપાસ એજન્સીઓ દ્વારા પાણીમાં અને પોલીસ દ્વારા તેની ઓળખ પ્રમાણે કરવામાં આવી રહી હતી. પોલીસ તપાસમાં આજે સવારે જ શું થયું તેની જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આવું કોઈ વ્યક્તિ ગુમ હોય તેવું બહાર આવ્યું નથી. આ તરફ સર્ચ ઓપરેશનની અન્ય એજન્સીઓનો પણ અભિપ્રાય તંત્ર દ્વારા લેવામાં આવ્યો જેમાં હવે પાણીમાંથી કોઈ બોડી મળે તેવી કોઈ શક્યતાઓ નથી કારણ કે તેમણે સર્ચ ઓપરેશનમાં ખુબ જ અદ્યતન ક્નોલોજીનો ઉપયોગ પણ કરીને જોયું હતું. હવે આ સર્ચ ઓપરેશનને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની જાહેરાત રિલીફ કમિશનર હર્ષદ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આવો વીડિયોમાં જોઈએ તેમણે શું કહ્યું…
(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT