મોરબી : બ્રીજ દુર્ઘટનામાં હવે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપડ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. સાથે જ પટેલે ચાર્જશીટમાં આરોપી પણ બનાવવામાં આવ્યો છે. જો કે ચાર્જશીટ હજી સુધી કોર્ટમાં જમા નથી થઇ શકી. વોરન્ટ ઇશ્યુ થયા બાદ પોલીસે જયસુખ પટેલ માટે લુકઆઉટ સર્કુલર પણ જાહેર કર્યું છે. ત્યાર બાદ માનવામાં આવી રહ્યું છે કે, ઝડપથી તેની ધરપકડ કરવામાં આવશે. પટેલે બે દિવસ પહેલા જ કોર્ટમાં આગોતરા જામીન અંગેની અરજી પણ કરી દીધી હતી.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોબરીમાં મચ્છુ નદી પર બનેલો રાજાશાહી સમયનો જુલતો બ્રિજ તુટી ગયો હતો. દુર્ઘટના સમયે બ્રિજ પર 300-400 લોકો હાજર હતા. તમામ લોકો નદીમાં પછડાયા હતા. જો કે અધિકારીક રીતે તેમાં 135 લોકોનાં મોત નિપજ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત હતી કે, બ્રિજ તુટી પડ્યો તેના 5 દિવસ પહેલા જ તેને ખુલ્લો મુકાયો હતો. 7 મહિના સુધી તેનું સમારકામ ચાલ્યું હતું. આ બ્રિજની તમામ જવાબદારીનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સતત સુનાવણી ચાલી રહી હતી. ગત્ત સુનાવણીમાં પીડિત પરિવારનો યોગ્ય વળતર આપવાની વાત કહેવામાં આવી હતી. કોર્ટે જોર આપીને કહ્યું હતું કે, આ સ્તર પર ઘાયલો માટે 50 હજાર રૂપિયાનું વળતર ઓછું છે. આ ઉપરાંત ઇજાની માહિતી, હોસ્પિટલમાં દાખલ દર્દી, સારવારની માહિતી સામે નથી આવી રહ્યા. મોરબી દુર્ઘટનામાં પીડિત પરિવારનોને હજી સુધી ન્યાય મળી શક્યો નથી. દુર્ઘટનાની તપાસ માટે અનેક કમિટીઓ બનાવવામાં આવી છે. અનેક લોકો પર આરોપ પણ લાગી રહ્યા છે, ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લઇને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.
ADVERTISEMENT