મોરબી દુર્ઘટનામાં હજુ બે લોકો ગુમઃ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું

મોરબીઃ મોરબીની મચ્છુ નદી પર રવિવારે જે રીતે મોતનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું તે પછી ઘણી બચાવ કામગીરી કરવામાં આવી છે. વડાપ્રધાન પણ આજે ઘટનાના…

gujarattak
follow google news

મોરબીઃ મોરબીની મચ્છુ નદી પર રવિવારે જે રીતે મોતનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું તે પછી ઘણી બચાવ કામગીરી કરવામાં આવી છે. વડાપ્રધાન પણ આજે ઘટનાના ત્રીજા દિવસે મોરબીની મુલાકાતે આવી ગયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, ગરુડ કમાન્ડો, ફાયર વિભાગ સહિતનો સ્ટાફ લોકોના બચાવ કાર્યોમાં જોડાયો હતો. તેઓએ સતત નદીમાં લોકોની શોધ હાથ ધરી હતી. દરમિયાન જાણકારી મળી રહી છે કે ગૃહમંત્રી અમિત શાહ પણ મોરબીની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે.

ઘટનામાં સતત શોધખોળ કરવાની કામગીરી થઈ રહી છેઃ રાજેન્દ્ર ત્રિવેદી
રાજેન્દ્ર ત્રિવેદીએ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે, ગત રાત્રી સુધીમાં મૃતકોના પરિવારને 4-4 લાખની સહાચ ચુકવી દેવામાં આવી છે. હવે જ્યારે વડાપ્રધાનના ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય ચુકવવાની બાકી છે જે પણ ડીબીટી પ્રક્રિયા દ્વારા ટુંકા સમયમાં તેમને મળી જશે. તે ઉપરાંત ઈજાગ્રસ્તોને સહાય પુરી પાડવામાં આવી છે. 17 જેટલા ઘાયલો હજુ સારવાર હેઠળ છે. આ ઘટનામાં સતત કામગીરી અને શોધખોળ છતા બે વ્યક્તિ હજુ પણ મળી આવ્યા નથી. તેમના માટે શોધની કામગીરી વધુ પ્રબળ બનાવાઈ છે. વડાપ્રાન મોદી ઉપરાંત અમિત શાહ પણ મોરબી આવવાના છે અને પીડિતોના પરિવારને સાંત્વના આપશે.

સુપ્રીમ કોર્ટમાં 14મીએ સુનાવણી
આ તરફ જોવા જઈએ તો આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી થવાની છે. આ દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ પીઆઈએલ દાખલ કરી છે. તેમાં તેમણે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવી ઘટનાની તપાસ કરવામાં આવે તેવી માગ પણ કરી છે.

    follow whatsapp