મોરબી બ્રિજ દુર્ઘટનામાં SITએ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો, હોનારત માટે જયસુખ પટેલની કંપની OREVA જવાબદાર

Morbi Bridge Accident: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ બ્રિજ દુર્ઘટનાના 1 વર્ષ બાદ ગુજરાત સરકારે રચેલી…

gujarattak
follow google news

Morbi Bridge Accident: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ બ્રિજ દુર્ઘટનાના 1 વર્ષ બાદ ગુજરાત સરકારે રચેલી SIT દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દુર્ઘટના માટે જયસુખ પટેલની ઓરેવા કંપનીને દોષી માનવામાં આવી છે.

SITએ 5000 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT દ્વારા 5000 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પર હવે કોર્ટમાં સુનાવણી થશે. SITએ પોતાની રિપોર્ટમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની જવાબદારી હોવાનું ટાંકવામાં આવ્યું છે. બ્રિજનું સંચાલન કરવાનું કામ કરનારા ઓરેવા કંપની, MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકોને જવાબદાર બતાવાયા છે.

હાલ જયસુખ પટેલ જેલમાં

ખાસ છે કે, જયસુખ પટેલ હાલમાં જેલમાં બંધ છે અને જેલમાંથી છૂટવા માટે હવાતિયા મારી રહ્યા છે. જોકે તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવી રહી નથી. બ્રિજ તૂટી જવાની ઘટના બાદ પ્રાથમિક તપાસમાં યોગ્ય રીતે તેનું રિપેરિંગ ન થયું હોવાનું પણ સામે આવ્યું હતું. બ્રિજના કેબલને બદલવામાં જ નહોતા આવ્યા. ઉપરાંત નીચે લોખંડના પતરા લગાવી દેતા તેનું વજન વધી ગયું હતું. કમાણી માટે ક્ષમતા કરતા વધારે લોકોને ટિકિટ વેચવામાં આવી હતી.

    follow whatsapp