Morbi News: મોરબીમાં હાલ એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ચાલુ બાઈક પર યુવક અને યુવતી રોમાન્સ કરી રહ્યા છે. જોકે બંનેની આ હરકત પાછળથી આવતી એક કારના કેમેરામાં કેદ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને બાઈક ચાલક યુવક બળવંત ચાવડાની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
બાઈકની ટાંકી પર રોમાન્સ
વિગતો મુજબ, મોરબી-રાજકોટ હાઈવે પર વીરપરથી શનાળા ગામ નજીક મોડી રાત્રે એક બાઈક પર યુવક અને યુવતી જઈ રહ્યા હતા. યુવક બાઈક ચલાવી રહ્યો હતો અને યુવતી બાઈકની ટાંકી પર બેઠેલી હતી અને બંને ચાલુ બાઈકે જ રોમાન્સ કરી રહ્યા હતા. બોલિવૂડના ફિલ્મના સીનની જેવો આ કિસ્સો પાછળ જતી એક કારના કેમેરામાં ઝડપાઈ ગયો હતો.
પોલીસે કરી યુવકની ધરપકડ
બાઈક પર પ્રેમ લીલામાં મગ્ન થયેલા યુવક અને યુવતીનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે પાઠ ભણાવવા માટે એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા બાઈક ચાલક યુવક બળવંત ચાવડાને પકડી લેવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT