Morbi News: રાજ્યમાં કોરોનાની મહામારી બાદથી અચાનક હાર્ટ એટેકના વધતા બનાવો હજુ અટકી રહ્યા નથી. રોજે રોજ યુવાનોના નાની ઉંમરે હાર્ટ એટેક આવતા મોત થઈ રહ્યા છે. ત્યારે મોરબીના ટંકારામાં પણ વધુ એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકથી થઈ ગયું છે. મોતાજીના માંડવામાં ધુણતા ભુવાજીને હાર્ટ એટેક આવતા ત્યાં જ તેનું મોત થઈ ગયું. સમગ્ર મામલે ટંકારા પોલીસે બનાવની નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
માતાજીના માંડવામાં ભુવાજીને હાર્ટ એટેક આવ્યો
વિગતો મુજબ, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા નાના રામપર ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવાના આયોજનમાં ખારચિયા ગામના ભુવાજી મોહનભાઈ બોસીયા પણ પહોંચ્યા હતા. એક બાજુ માંડવામાં ડાક-ડમરું વાગતા હતા અને ત્યાં મંડપમાં બેઠેલા 55 વર્ષના ભુવાજી ધૂણી રહ્યા હતા. અચાનક ધુણતા-ધુણતા જ તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું.
પાણી પીવડાવવા જતા ખબર પડી
ખાસ વાત એ છે કે ભુવાજીને હાર્ટ એટેક આવ્યો અને મોત થઈ ગયું, છતાં આજુ-બાજુમાં રહેલા લોકોને આ બાબતની જાણ જ નહોતી. ત્યાં હાજર સૌ લોકોને એમ જ હતું કે ભુવાજી ધ્યાનમાં બેઠા છે. જ્યારે તેમને પાણી પીવડાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે લોકોને માલુમ પડ્યું કે હકીકતમાં તેમનું મોત થઈ ગયું છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT