મોરબી: મોરબીમાં લુખ્ખા તત્વોનો આતંક અને હેરાનગતિ સતત વધી રહી છે. ટ્યુશને જતી છોકરીઓને આવારા તત્વો છેડતી કરતા હોવાનો મામલે સામે આવ્યો છે. છેડતીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે હવે સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, મોરબી સુપર માર્કેટમાં કોમ્પલેક્ષમાં ટ્યુશન ક્લાસમાં છોકરીઓ આવે તે પહેલા ચાર જેટલા યુવક ત્યાં રસ્તામાં આવી જાય છે. જેની છોકરીઓ ત્યાં પહોંચે છે એક યુવક પગ લાંબા કરીને રસ્તો રોકીને બેસી જાય છે. આ બાદમાં છોકરીઓ ત્યાંથી નીકળે ત્યારે તેમની સામે પગ લંબાવીને હેરાન કરતા દેખાઈ રહ્યો છે. હવે છેડતીનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
(વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા)
ADVERTISEMENT